Vadodara

નો રિપીટ થિયરીના નિર્ણયથીકેટલાયના ઓરતા અધૂરા રહી જશે

વડોદરા: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે નવી જાહેરાત કરી છે અને પાલિકા તેમજ કોર્પોરેશનમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પદ હાંસલ કરવાના અનેકના ઓરતા અધૂરા જ રહી જશે. આ જાહેરાત બાદ હવે મલાઈદાર સમિતિ કોના ફાળે જશે તેની ચર્ચા વધુ તેજ બની છે.
આગામી 9 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાના મેયરની ટર્મ પૂર્ણ થઇ રહી છે. અને 11 સપ્ટેમ્બરના રોજ ખાસ સામાન્ય સભામાં નવા મેયરનું નામ જાહેર કરવામાં આવશે. નવા મેયર પદે મહિલા બિરાજશે. ત્યારે હાલમાં મહિલાઓ લોબિંગ કરવા માટે મેદાને પડી છે.

તો ખાસ કરીને સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે ભારે પડાપડી જોવા મળી રહી છે. એમ પણ ચર્ચા ચાલી રહી હતી કે જો કોઈ વિવાદ થાય તો વર્તમાન ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલને રિપીટ કરી દેવામાં આવશે. પરંતુ પાટીલની જાહેરાત બાદ તેઓનું નામ હવે કમી જ થઇ ગયું છે તે સ્પષ્ટ થઇ ગયું છે. તો હાલમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોષીને પણ લગભગ મેયર પદ નહિ મળી શકે. ત્યારે હવે નવા કયા નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવે છે તે ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે. જો કે પાટિલની જાહેરાત બાદ આજે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કેટલાયના મોં પડી ગયેલા જોવા મળી રહ્યા હતા. હવે નવા ચેહરા કોણ હશે તેની ચર્ચા સાથે જે લોકોને હાલ સુધી કોઈપણ પદ નથી મળ્યુ તેઓના મોમાં લડ્ડુ ફુટી રહ્યા છે. અને તેઓએ પોતાની લોબિંગ પાવરફુલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.

Most Popular

To Top