SURAT

માત્ર 15 રૂપિયામાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ભારતના નાગરિક બની રહ્યાં છે, સુરત પોલીસે કર્યો પર્દાફાશ

સુરત : સુરતની (Surat) એચડીએફસી બેંકમાંથી (HDFC Bank) 92 લાખ રૂપિયાની લોન (Loan) લઈને હપ્તા ભરવામાં અખાડા કરનારા વિરૂદ્ધ બેંક મેનેજર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ઇકોનોમી સેલે (Economy Cell) આ લોનમાં વપરાયેલા ફ્રોડ ડોકયુમેન્ટસની (Fraud Documents) તપાસ શરૂ કરતા દેશની આર્થિક ઉપરાંત સુરક્ષાને જોખમમાં મૂકતુ કૌભાંડ (Scam) બહાર આવ્યુ છે.

લોકો પાસેથી ઓન લાઇન નાણા લઇને ફ્રોડ પાનકાર્ડ, આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ બનાવી અપાતા હતા. તેનો ઉપયોગ સીમકાર્ડ તથા બેંક લોન અને બાંગ્લાદેશીઓ દ્વારા દેશની નાગરિકતા લેવા માટે કરવામાં આવતો હતો. બે લાખ જેટલા બોગસ ડોકયુમેન્ટસ બનાવનાર ગેંગને પકડી પાડીને ઇકોનોમી સેલે મોટી સિદ્ધી મેળવી છે. બોગસ ડોકયુમેન્ટસ બનાવવા માટે દેશના ટોચના શહેરોમાં પોતાના એજન્ટો બનાવીને આ રીતે ધંધો કરવાની ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઇ છે. માત્ર પંદર રૂપિયામાં બોગસ ડોકયુમેન્ટસ બનાવી આપવામાં આવતા હતા.

માસ્ટર બ્રેઇન હેમંતે બે લાખ ડોકયુમેન્ટસ ફ્રોડ બનાવ્યા હોવાની પોલીસ આગળ કબૂલાત કરી
પાલનપુર પાટિયા ખાતે રહેતા અને એચડીએફસીમાં બેંક મેનેજર તરીકે નોકરી કરતાં અશોક મણીલાલ પીપરોડિયા દ્વારા ઈકો સેલમાં બોગસ ડોક્યુમેન્ટસ આપીને લોન મેળવનાર ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંદાજે 92.57 લાખ રૂપિયાની લોન લેનારા આરોપીઓ દ્વારા ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ સહિત સેલેરી સ્લીપો સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેના આધારે ઈકો સેલ દ્વારા પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રિન્સ હેમંતકુમારની સઘન પૂછપરછ હાથ ધરતાં તેણે બોગસ ડોક્યુમેન્ટસ બનાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. હેમંત વેબસાઇટના માધ્યમથી બોગસ ડોકયુમેન્ટસ હોવાની વાતની કબૂલાત કરી છે. પોતે બે લાખ ડોકયુમેન્ટસ બનાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. 15 રૂપિયાથી 50 રૂપિયામાં ઓન લાઇન ફ્રોડ પૂરાવા ઉભા કરવામાં આવતા હતા.

માત્ર 15 રૂપિયાથી 50 રૂપિયામાં બોગસ આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ બનાવવામાં આવી રહ્યા હતા. પ્રારંભિક તપાસમાં ઈકો સેલના હાથે આ ઓપરેશન મૂળ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ઓપરેટ થતું હોવાનું જાણવા મળ્યું હતું.

બે લાખ રૂપિયામાં વેબસાઇટ બનાવી હતી
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુંકે બે લાખમાં વેબસાઇટ બનાવવામાં આવી તેમાં લોકોને ઓન લાઇન એજન્ટ બનાવીને આ ડોકયુમેન્ટસ બનાવવા માટે કસ્ટરમ લઇ આવનારને કમિશન અપાતુ હતુ. આ ઉપરાંત પોલીસે 25 લાખ જેટલી રકમ ફ્રીઝ કરી છે. દરમિયાન આરોપીઓ પ્રેમસિંગ પેનલ ડોટ એકસવાયઝેડ નામની સાઇટ વાપરતા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન તેઓ સાથે કમિશનથી કામ કરનારા લોકો પાસેથી 199 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આતો હતો. પોલીસને બે લાખ ફ્રોડ઼ ડોકયુમેન્ટસના પૂરાવા મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. વેબસાઇટનુ સંચાલન તે રાજસ્થાનના ગંગાનગરથી કરવામાં આવતુ હતુ. વેબસાઇટ જેના નામ પર છે તે યુપીનો ઉન્નાવનો રહેવાસી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે રાજસ્થાન, બિહાર અને સુરતથી અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કાગળ પર બતાવી છે.

ઇકોસેલના હાથે ઝડપાયેલા આરોપી

  • સોમનાથ પ્રમોદકુમાર
  • પ્રેમવીર સિંગ ધરમવિરસિંગ ઠાકુર
  • પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદ
  • પૃથ્વીસિંગ બજરંગ સિંગ રાઠોડ
  • અબુસાદ જાવેદખાન
  • સુફિયાન મુબીદ મલેક
  • રામસ્વરૂપ છન્નુલાલ લોધી
  • મુકેશ ભીમસીંગ ચૌધરી

Most Popular

To Top