વડોદરા: આગામી તહેવારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટો પોલીસ તંત્ર કમરકસી રહ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં દિવસ સાથે રાત્રીના સમયે પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરાઇ રહ્યું છે.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત દિવસ અને રાત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. જેમાં ચાલકો પાસે લાયસન્સ ન હોય તેવા વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી રહી રહ્યા છે. તેવી જ રીતે નશો કરેલી હાલતમાં કોઇ વાહન ચાલક પકડાયો તો તેમની સામે પણ શિક્ષાત્મક પગલા ભરવામાં આવતા હોય છે. તાજેતરમાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનો ડીટેઇન પણ કરાયા હતા. રાત્રીના સમયે પોલીસ વાહન ચેકિંગ કરાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે.