નવી દિલ્હી: એશિયા કપ 2023ની (Asia cup 2023) 5મી મેચ ભારત (India) અને નેપાળ (Nepal) વચ્ચે રમાઈ રહી છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારત અને નેપાળ વચ્ચે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. બંને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની (Team India) પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં નેપાળ સાથેની આ મેચ ભારત માટે મહત્વપૂર્ણ બની જાય છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જશે તો તેના સુપર-4ના દરવાજા બંધ થઈ જશે. જો કે વરસાદ મેચમાં ખલેલ કરી રહ્યો છે.
વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ મેચ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. નેપાળનો સ્કોર 37.5 ઓવર બાદ છ વિકેટે 178 રન છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજને બે અને શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી. નેપાળ તરફથી આસિફ શેખે સૌથી વધુ 58 રન બનાવ્યા છે. કુશલ ભુર્તેલ 38 રન બનાવીને આઉટ થયો હતો. દીપેન્દ્ર 20 બોલમાં 27 રન અને સોમપાલ 20 બોલમાં 11 રન સાથે રમી રહ્યો છે.
નેપાળે ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ શિખાઉ ટીમને ઓલઆઉટ કરવા માટે ભારતે 48.2 ઓવર લીધી હતી. નેપાળની ટીમે ભારતીય બોલરોને પરસેવો પાડી દીધો અને 230 રન બનાવ્યા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ સમયે નેપાળ તરફથી આસિફ શેખે 58 રન અને સોમપાલ કામીએ 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય બોલરોના આ પ્રદર્શનને જોતા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતની સંભાવના પર સવાલો ઉઠી રહ્યા છે.
નેપાળને 48મી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. શમીએ સારી બેટિંગ કરી રહેલા સોમપાલ કામીને આ ઓવરના બીજા બોલ પર ઈશાન દ્વારા કેચ આઉટ કરાવ્યો હતો. તે 56 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. આ પછી ચોથા બોલ પર સંદીપ લામિછાને રનઆઉટ થયો હતો. તે નવ રન બનાવી શક્યો હતો.
નેપાળને 42મી ઓવરમાં 194 રનના સ્કોર પર સાતમો ફટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ દીપેન્દ્ર સિંહ એરીને એલબીડબલ્યુ આઉટ કર્યો. તે 25 બોલમાં 29 રન બનાવી શક્યો હતો. દીપેન્દ્ર અને સોમપાલે સાતમી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલમાં સંદીપ લામિછાને અને સોમપાલ ક્રિઝ પર છે. 42 ઓવર પછી નેપાળનો સ્કોર સાત વિકેટે 194 રન છે.
નેપાળની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ છે. મોહમ્મદ સિરાજે ગુલશન ઝાને ઈશાન કિશનના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. ગુલશને ત્રણ ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. નેપાળનો સ્કોર 31.5 ઓવરમાં છ વિકેટે 144 રન છે. જે પહેલા ભારતીય ટીમને પાંચમી સફળતા મળી હતી. સિરાજે આસિફ શેખને પેવેલિયનમાં વોક કરાવ્યો છે. આસિફે 97 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. નેપાળનો સ્કોર 30 ઓવર પછી પાંચ વિકેટે 134 રન છે. દીપેન્દ્ર સિંહ એરી અને ગુલશન ઝા બેટિંગ કરી રહ્યા હતા.