સુરત (Surat) : પીપોદરામાં (Pipodra) એક યુવકનું રહસ્યમય મોત (Death) નિપજતા પોલીસ અને પરિવાર દોડતું થઈ ગયું છે. બે દિવસ પહેલા મિલમાં (Mill) પાણી (Water) પીધા બાદ અશક્ત અને બીમાર પડેલા હરીશ દાસનું મોત (Death) હડકવાના (Rebbies) લીધે થયુંં હોવાની આશંકા છે. યુવકને બે મહિના પહેલા રખડતું શ્વાન કરડ્યું (Dog Bite) હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પીપોદરામાં રહેતો અને નજીકના કારખાનામાં વોરપિંગ મશીન પર ઓપરેટર તરીકે કામ કરતા 20 વર્ષીય હરિશ ચંદન દાસનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. મૃતકના પાડોશી અનિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર હરીશના પરિવારમાં માતા-પિતા, દાદી અને મોટો ભાઈ છે. પરિવાર વતનમાં રહેશે છે.
અનિલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કામે ગયેલા હરિશે મિલમાં પાણી પીધા બાદ તેની તબિયત બગડી હતી. તાત્કાલિક નજીકના તબીબ પાસે દવા લઈ ઘરે આવી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે પાણી પણ પી શકતો ન હતો. એટલે ફરી ડોક્ટર પાસે જતા દવા થી આરામ થઈ ગયો હતો. પરંતુ ઉંઘમાંથી ઉઠતા જ હરીશ બુમાબુમ કરવા લાગ્યો હતો. પાણી ગળે ઉતરતું ન હતું.
ખાનગી ડોક્ટર પાસે જતા સિવિલ રીફર કરી દેવાયો હતો. સિવિલના તબીબોએ હરિશને મૃત જાહેર કર્યો હતો. બે મહિના પહેલા શ્વાન કરડી ગયો હોવાની અસર એટલે કે હડકવો થતા મોત થયું હોવાની આશંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા છે. હાલ પોસ્ટ મોર્ટમ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.