સુરત (Surat): વરાછામાં એક 7 વર્ષનો બાળક (Child) 2 રૂપિયાનો સિક્કો ગળી (Swallow the coin) જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ બે દિવસ પહેલાની ઘટના બાદ બાળક ઉલટી (Vomit) કરતા ખાનગી તબીબે બાળકને સિવિલ રીફર કરી દીધું હતું. શ્રમજીવી પરિવારે જણાવ્યું હતું કે સુતા સુતા બાળકે સિક્કો મોઢામાં મુક્યો અને તે ગળી ગયો હતો.
પરિવારે જણાવ્યું હતું કે દેવાંસ સંજુભાઈ શાહુ (ઉં.વ. 7 રહે અંબિકા નગર વરાછા) ધોરણ-1 માં અભ્યાસ કરે છે. તેને એક મોટી બહેન છે. પિતા અસ્ત્રી ઘર ચલાવે છે. ઘટના ગુરુવાર 31 મી ઓગસ્ટની હતી. દેવાંસ રમતા રમતા 2 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. ત્યારબાદ કશું પણ ન થતા બે દિવસ સુધી ઘરે જ રહ્યો હતો. જોકે આજે ઊલટીઓ શરૂ થઈ જતા એને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા છાતીમાં સિક્કો ફસાઈ ગયો હોવાનું દેખાઈ રહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, એક્સ-રે માં સિક્કો સ્પષ્ટ દેખાય રહ્યો હતો. એટલે ખાનગી હોસ્પિટલ ડોક્ટરે કહ્યું એમને સિવિલ લઈ જાવ ત્યાં ખર્ચ નહીં થાય, એટલે સિવિલ આવ્યા છે. દેવાંસને તાત્કાલિક CMO એ એક્સ-રે જોઈ બાળકોની OPD માં રીફર કરો દીધો છે.