વડોદરા: સુપ્રસિદ્ધ સાળંગપુરના (Sarangpur) હનુમાનજી (Hanumanji) ભગવાનના કપાળે રામ ભદ્ર તિલક કરવાના બદલે સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક તેમજ મૂર્તિ નીચે ભગવાનના ભીત ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી અને તેમના માતા-પિતાના સેવક દર્શાવવાના વિરોધમાં કાલે મધ્ય ગુજરાત વિરકત મંડળ અને સનાતન સંત સમિતિ દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ (Police) કમિશનરને આવેદનપત્ર એનાયત કરવામાં આવશે.
- આવેદન બાદ સનાતન ધર્મના દરેક સંપ્રદાય અને ભક્તો આગળની રણનીતિ નક્કી કરશે
હકીકતમાં જે તિલક હોવું જોઈએ તેની જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક અને હનુમાનજીને સહજાનંદ સ્વામી અને તેમના માતા-પિતાના સેવક દર્શાવવા ચિત્રો મુકવામાં આવ્યા છે : ડો.જ્યોર્તિર્નાથજી મહારાજ
જાણીતા ધર્મસ્થળ સાળંગપુરના હનુમાનજીની મહાકાય મૂર્તિના લોકાર્પણ બાદ હવે કેટલાક વિવાદ ઊભા થયા છે. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ.પુ. શ્રી ૧૦૦૮ શ્રી ડો.જ્યોર્તિર્નાથજીએ જણાવ્યું હતું કે સાળંગપુર ધામમાં હનુમાનજીની મહાકાય મૂર્તિમાં હકીકતમાં જે તિલક હોવું જોઈએ તેની જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક મૂકવામાં આવ્યું છે.તેમજ મૂર્તિ નીચે જે ભીત ચિત્રો છે તેમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી અને તેમના માતા-પિતાના સેવક દર્શાવવા ચિત્રો મુકવામાં આવ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ.
આ અંગે શ્રી રામાનંદ મધ્ય ગુજરાત વિરક્ત મંડળ અને સનાતન સંત સમિતિ આવતીકાલે સવારે 11:30 કલાકે વિવિધ સંપ્રદાયના મહંતો અને શ્રીમહંત મહામંડલેશ્વરની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર રજૂ કરશે.આવેદન બાદ સનાતન ધર્મના દરેક સંપ્રદાય અને ભક્તો આગળની રણનીતિ નક્કી કરશે.ભગવાનનું જે તિલક કરાયું છે અને જે ચિત્ર રજૂ થયા છે એ બદલવીને જ અમે અટકીશું. સાથે સાથે જેટલા પણ મનધડંગ રીતે સાહિત્ય છાપેલા છે તે સાહિત્યો પણ નાશ કરવાની માંગણી છે.