સુરત(Surat) : અઠવાલાઇન્સ (Athwalines) પછાતવર્ગ સોસાયટીના એક મકાનમાં ચક્કર (Dizziness) આવીને પડી ગયેલા કોમર્સના વિદ્યાર્થીને (Commerce Student) સિવિલમાં મૃત (Dead) જાહેર કરાતા પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
- નિર્મલ કોમર્સના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી : નિવૃત પરિચારિકાના બે દીકરાઓમાં નાનો દીકરો
પાડોશીઓ એ જણાવ્યું હતું કે સવારે ઊંઘમાંથી ઉઠ્યા બાદ કમરનો દુ:ખાવો ઉપડ્યો હતો. ટોઈલેટમાંથી બહાર આવ્યા બસ ચક્કર આવ્યાને લપસી જતા સિવિલ લઈ આવ્યા હતા. મૃતક નિર્મલ કોમર્સના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. નિર્મલના રહસ્યમય મોતને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાડોશીઓ એ જણાવ્યું હતું કે મૃતક નિર્મલ કનુભાઇ પટેલ (ઉં.વ.20) અઠવાલાઇન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહેતો હતો. KP કોમર્સ કોલેજ નો વિદ્યાર્થી હતો. કોઈ બીમારી લગભગ ન હતી. તંદુરસ્ત રહેતો હતો. બસ આજે સવારે પીઠમાં દુ:ખાવો થયા બાદ અચાનક બેભાન થઈ જતા સિવિલ લઈ આવ્યા હતાં જ્યાં મૃત જાહેર કરાયા છે.
વધુમાં જણાવ્યું હતું કે નિર્મલની માતા પાલિકાના નિવૃત પરિચારીકા છે. બે દીકરાઓમાં નિર્મલ નાનો દીકરો હતો. નિર્મલના મોતના સમાચાર સાંભળી આખું પરિવાર આઘાતમાં સરી પડ્યું છે. નિર્મલ એક હોંશિયાર વિદ્યાર્થી હતો. અભ્યાસમાં રુચી ધરાવતો હતો. નિર્મલના મોત નું ચોકકસ કારણ જાણવા હવે પોસ્ટ મોર્ટમ બાદ જ જાણી શકાશે.