SURAT

સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે આ કામ પુરું થતાં હવે જલગાંવ જતી ટ્રેનો મોડી નહીં પડે

સુરત(Surat) : સુરત-ઉધના રેલવે સ્ટેશન (SuratUdhanaRailwayStation) વચ્ચેની ત્રીજી રેલવે લાઈનનું (ThirdRailwayLine) કામ પુર્ણ થયા બાદ 26 તારીખથી નોન ઇન્ટરલોકિંગનું (NonInterLocking) કામ ચાલી રહ્યું છે. તે કામ 28 મી ઓગસ્ટના રોજ એટલે કે આજે પુર્ણ થનાર છે. સાથે-સાથે સીઆરએસ ઇન્સ્પેક્શન (CRS Inspection)પુર્ણ થશે. મોડી સાંજથી ત્રીજી રેલવે લાઈન પર ટ્રેનો (Train) દોડતી થઈ જશે.

  • મેન લાઈન પ્રભાવિત નહીં થશે જેથી મેન લાઈન અને જલગાંવ લાઈનની ટ્રેનો મોડી નહીં પડશે
  • નોન ઇન્ટરલોકિંગની સાથે સીઆરએસ ઇન્સ્પેક્શનનું કામ પુર્ણ થશે

સુરત-મુંબઈ વચ્ચે પેસેન્જર મેલ-એક્સપ્રેસ અને માલગાડી ટ્રેનોની ભારે અવર-જવર છે. તેમજ સુરત-જલગાંવ વચ્ચે પણ બીજી લાઈન કાર્યરત થયા બાદ પેસેન્જરની સાથે માલગાડીઓની અવર-જવર વધી ગઈ છે. સુરત-ઉધના વચ્ચે માત્ર બે લાઈન છે. તેના કારણે સુરત-મુંબઈ અને સુરત-જલગાંવ લાઈનની ટ્રેનો પ્રભાવિત થતી હતી.

જલગાંવ લાઈનની ટ્રેનો મોડી પડતી હતી તો સુરત-મુંબઈ લાઈનની ટ્રેનોને ઘણી વખત જલગાંવ લાઈનની ટ્રેનોના કારણે સિગ્લન પહેલા થોભવું પડતું હતું. કારણ કે જલગાંવથી આવીને સુરત થઈને વડોદરા-અમદાવાદ તરફ જતી ટ્રેનોને મેન લાઈન પર લેવાનું હોય ત્યારે ઉધના રેલવે સ્ટેશન પાસે 15 થી 20 મિનિટ પસાર થઈ જાય તેના કારણે સુરત-મુંબઈ મેઈન લાઈનની બંને દિશાઓની ટ્રેનોને થોભવું પડે એવી સ્થિતી હતી.

જો તે ટ્રેનોને સીધી રવાના કરાય તો જલગાંવ લાઈનની ટ્રેનોને લાંબા સમય સુધી ઉધનામાં આઉટર સિગ્નલ પાસે થોભવું પડતું હતું. તેના ઉપાય તરીકે રેલવેએ ત્રણેક વર્ષ પહેલા સુરત-ઉધના વચ્ચે ત્રીજી લાઈન નાખવાનું શરૂ કર્યું હતું. હવે આ લાઈન નંખાઈ ગઈ છે અને હાલમાં તેનું નોન ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે. જે 28મી ઓગસ્ટના રોજ સાંજ સુધીમાં પુર્ણ થશે. સાથે-સાથે સીઆરએસ( કમિશન ઓફ રેલવે સેફ્ટી)નું ઇન્સ્પેક્શન પણ પુર્ણ થઈ જશે. આવતી કાલે મોડી સાંજે જ ત્રીજી લાઈન પર ટ્રેન દોડાવવાનું શરૂ કરી દેવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય તેવી સંભાવના
હાલમાં ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ભારતમાં દોડતી 15થી વધુ વંદે ભારત એક્સપ્રેસમાં સૌથી સફળ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ છે. હાલની ટ્રેન 100 ટકા ઓક્યુપેસી સાથે દોડી રહી છે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈમાં ભારે લોકપ્રિય થઈ છે.

તેથી અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત દોડાવવાનું પશ્ચિમ રેલવે દોડાવવાનું વિચારી રહ્યું છે. એક પ્રસ્તાવિત ટાઈમ ટેબલ તૈયાર કરીને પશ્ચિમ રેલવે રેલવે બોર્ડને મોકલવાનું છે. રેલવે બોર્ડ તે મંજૂર કરશે એટલે અમદાવાદ-મુંબઈ વચ્ચે પણ વંદે ભારત દોડશે. તેના કારણે તે સુરતને સાંકડતી ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.

Most Popular

To Top