વડોદરા: પેટ્રોલ પંપોના માલિકો પાસેથી ડીઝલ પુરાવ્યા બાદ રૂપિયાની નહી ચૂકવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર પંચાલ ટોળકીનેલાઇનદોરી આપનાર આરોપી એડવોકેટ તથા તેના પત્નીના બેન્ક ખાતાની તપાસ જવાહરનગર પોલીસે કરી હતી. વકીલ જ્યાં ઝેરોક્ષ કઢાવતો હતો તેનું નિવેદન સાથે ફરિયાદીનું પણ વિશેષ નિવેદન પણ લેવામાં આવ્યું હતું. દર્શન પ્રફુલ પંચાલ તથા દર્શન ભીખા પંચાલ સહિતના ટોળકી દ્વારા પ્રિપ્લાન કરીને વડદોરા શહેર જિલ્લા સહિત અનેક પેટ્રોલ પંપોના માલિકો પાસે ગયા હતા.
ટોળકી પૈકી મેમ્બરો દરેક પેટ્રોલ પંપો પર અલગ અલગ રીતે ગયા હતા ત્યાં પહોંચી પંપોના માલિકોને પોતાના મોટી કોન્ટ્રાક્ટ મળ્યા છે. જેમાં મોટી માત્રામાં ડીઝલનું જરૂરીયાત ઉભી થાય છે. તેવી રીતે વિશ્વાસ કેળવીને પંપો પરથી ડીઝલ મેળવ્યા બાદ તેના રૂપિયાની ચૂકવણી નહી કરીને છેતરપિંડી આચરી હતી. જેમાં ભોગ બનનાર આઠ પંપોવાળા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ક્રાઇમ બ્રાન્ચે સાળા બનેવી દર્શન પ્રફુલ તથા દર્શન ભીખા પંચાલને ઝડપી પાડ્યા હતા. જોકે દર્શનપ્રફુલ પંચાલને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા તેણે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમગ્ર ડીઝલ કૌભાંડ એડવોકેટ ભાવિન વ્યાસના લાઇન દોરી આપી છે અને તેણે પણ ભાગ ભજવ્યો છે.
જેથી પોલીસે વકીલને તેના ઘરેથી ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જવાહરનગર પીઆઇ એમ એન શેખ દ્વારા આરોપી ભાવિન વ્યાસને સાથે રાખીને તેના ઘરમાં સર્ચ કર્યું હતું. કોઇ ઠોસ પુરાવા મળ્યા ન હતા. ઉપરાંત તેની તથા તેના પત્નીના બેન્ક ખાતાની પણ તપાસ કરાઇ હતી. વકીલે જેની પાસે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવી હતી તેનું પણ નિવેદન લેવાયું છે. ફરિયાદ સુરેશ રાજગોરનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વકીલ ભાવિન વ્યાસની આજરોજ રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આજે વરણામા પોલીસ બનેવી દર્શન પ્રફુલ પંચાલની ટ્રાન્સફર વોરંટથી અટક કરશે
દર્શન પ્રફુલ પંચાલ તથા દર્શન ભીખા પંચાલના અનુક્રમે સાવલી તથા પાદરા પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આજે વરણામા પોલીસ દ્વારા દર્શન પ્રફુલ પંચાલને ટ્રાન્સફર વોરન્ટથી એરેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે.
પંચાલ ટોળકીના પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર
અનેક પેટ્રોલ પંપોના માલિકો સાથે કરોડોની આચરનાર પંચાલ ટોળકીના દર્શન ભીખા પંચાલ, ભીખા શંકર પંચાલ, આકાશ ભીખા પંચાલ,દર્શન પ્રફુલ પંચાલ તથા શ્વેતા દર્શન પંચાલ દ્વારા નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાન રાખીને મેજિસ્ટ્રેટ દ્વારા આગોતરા જામીન અરજી નાંજૂર કરવાનો હુકમ કર્યો છે.