અમદાવાદ: (Ahmedabad) ગુજરાતના નવ યુવાનો આઠ મહિના પહેલા જાન્યુઆરી 2023માં વિદેશ જવા માટે નીકળ્યા હતાં ત્યારથી ગુમ છે. આ અંગે યુવકોના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) યુવકોની શોધખોળ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરતી અરજી કરી છે હાઈકોર્ટે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ આપી આગામી દિવસોમાં વધુ સુનાવણી રાખી છે.
- અમેરિકા જવા નીકળેલા ગુજરાતના નવ લોકો આઠ મહિનાથી ગુમ
- સાત યુવક અને બે યુવતીને શોધવા પરિજનોની હાઇકોર્ટમાં અરજી
ગુમ થયેલા યુવકોના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે ગુજરાતના સાત યુવક અને બે યુવતી જાન્યુઆરી 2023માં એન્ટેગુઆના રસ્તે થઈ અમેરિકા જવા માટે નીકળ્યા હતા, ત્યારબાદ છઠ્ઠી ફેબ્રુઆરી પછી આ તમામ યુવકોનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી, તેઓ ગુમ થયા છે. ડોમિનીકાથી આગળ જતી વખતે છેલ્લી વખત તેમની સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. આ અંગેની મહેસાણા અને પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ યુવકોની શોધખોળ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે.
બીજી તરફ હાઇકોર્ટે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી અત્યાર સુધીમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ડોમિનિકા સ્થિત ભારતીય દુતાવાસને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ અંગેની વધુ સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
G20 : સાઉદી, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીની રાઉન્ડ ટેબલ બેઠક
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. G20 હેઠળ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોના સફળ આયોજનો પછી ગુજરાતનું ગાંધીનગર G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (G20-CSAR) ની ઇવેન્ટ માટે સજ્જ છે. ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20-ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલ (CSAR)ની બીજી મીટિંગ ત્રણ દ્વિપક્ષીય બેઠકો સાથે શરૂ થશે.
27 ઓગસ્ટ રવિવારના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીઓ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (MMCC) ના બોર્ડરૂમ ખાતે 4થી ઇન્ટરનેશનલ મીટિંગ બપોરે 02:15 થી 02:45 વાગ્યાના સમયગાળા દરમિયાન યોજાશે. આ મીટિંગો પત્યા બાદ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ લેવા માટે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે. 28 ઓગસ્ટનો દિવસ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ‘વન હેલ્થ’ વિષય પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરના બોર્ડરૂમમાં G20-CSAR ની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.