સુરત(Surat): મોટા વરાછામાં 20 મી ઓગસ્ટના રોજ હીરા વેપારી (Diamond Trader) અને તેના ભાઈ ઉપર થયેલા જીવલેણ હુમલાનો (Attack) વિડીયો (Video) સામે આવતા હુમલાખોરોની કરતૂત ઉઘાડી પડી ગઈ છે. એટલું જ નહીં પણ હુમલાખોરો રામ રજાડી ગેગના (RamRajadiGang) માણસો હોવાનું સામે આવ્યું છે. 15 હજાર ની ઉઘરાણી સામે 1.50 લાખ વસુલનાર દિવ્યેશ પરમાર સહિત બે જણાને પોલીસે પકડીને તપાસ શરૂ કરી છે.
- ઉત્સવને ઉપાડી અડ્ડા પર લઈ જવાયો, ખિસ્સામાંથી 75 હજાર કાઢી લેવાયા, વિદેશમાં કાકાને ફોન કરી 75 હજાર વસુલયા બાદ ઉત્સવ ને છોડ્યો હવે IPC કલમ કઈ લાગવી જોઈએ પરિવારનો પ્રશ્ન
જોકે ઇજાગ્રસ્ત પરિવારે કહ્યું હતું કે આ એક માથાભારે ગેગ છે. ઉત્સવનુંં અપહરણ કરી અડ્ડા પર લઈ ગયા બાદ ખિસ્સામાંથી 75 હજાર કાઢી લીધા અને ત્યારબાદ વિદેશ ગયેલા ઉત્સવના કાકાને ફોન કરી 75 હજારની માગણી કરી વસુલ્યા બાદ ઉત્સવ ને છોડ્યો હતો. દોઢ લાખની લૂંટ, અપહરણ અને ખંડણી વસુલ કરીને ગેગ સ્થાનિક લોકોમાં ભય ઉભી કરી રહી છે. પોલીસ અમને ન્યાય આપે એવી જ અમારી માગણી છે.
બરવાડિયા પરિવારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના 20 ઓક્ટોબરની બપોરની હતી. દિવ્યેશ પરમાર નામના યુવકનું ઓનલાઈન એકાઉન્ટ વાપર્યું હોવાથી તેને 15 હજાર આપવાના હતા. 15 મીની રજા હોવાથી 16 મીએ ફોન કરી દિવ્યેશને રૂપિયા લઈ જવા જાણ કરાઈ હતી. 16 મીએ રૂપિયા આપવા ગયેલા ઉત્સવ હરેશભાઇ બરવાડિયાને ગાડીમાં ઉપાડીને આ ગેંગ અડ્ડા ઉપર લઈ ગઈ હતી. જ્યાં તેની સાથે મારપીટ કરી ખિસ્સામાંથી 75 હજાર કાઢી લીધા હતા.
ત્યારબાદ થાઈલેન્ડ ગયેલા દિપક ને ફોન કરી બીજા 75 હજારની માગ કરી હતી. નહિતર ઉત્સવને મારી નાખવાની ધમકી આપી હતી. તાત્કાલિક સંબંધીને ફોન કરી રૂપિયાની વ્યવસ્થા કરી દિપક ભાઈ એ 75 હજાર ચૂકવી ઉત્સવ ને છોડાવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે વિદેશથી આવેલા દિપકભાઇ એ રવિવારે પરિવારના લોકો સાથે બેઠક કરી આખો કેસ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 15 હજાર સામે 1.50 લાખની વસૂલી કરાઈ હોવાનું સામે આવતા દિવ્યેશ અને તેની ગેગ ને ફોન કરીને આવું કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરાયો હતો.
બસ આ વાત ને લઈ હરેશભાઇ અને દિપક ભાઈ મળવા ગયા હતા. જ્યાં દિવ્યેશ સાથે વાતચીત દરમિયાન ગેંગના માણસો બન્ને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. એક ને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું અને બીજા ભાઈ ને ફોર્ચ્યુનર કાર થી ઉડાડી પગમાં ફેક્રચર અને ગંભીર ઇજા પહોંચાડી ગેંગના માણસો ભાગી ગયા હતા. હાલ બન્ને ભાઈઓ સારવાર હેઠળ છે. દિવ્યેશ સહિત બે પકડાયા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, આ ગેગ એટલે ઘા મારવા વાળા રામ રજાડી નું insta I’d.. અને તેમાં મુકેલ વીડિયો જુવો એટલે ડર નો માહોલ ઉભો કરવા જેવી વાત છે. 19-20 વર્ષ ના છોકરાઓની નિર્દય માનસિકતા સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. આ એક ઘટના નથી આવી અનેક ઘટનાઓમા બન્યા બાદ પણ લોકો ફરિયાદ કરતા ડરતા હોવાનું સામે આવ્યું છે. આ ગ્રુપમા જોડાયેલા છોકરાઓ રસ્તે ચાલતી કે જેતે વિસ્તારની છોકરીઓ ને પણ હેરાન કરી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે, 2 દિવસ પેલા પુણા પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અભ્યાસ કરવા જતી છોકરીનો હાથ પકડીને જાહેરમાં અડપલાં કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. કિશોરીને મોબાઈલ ફોન આપી ને કોલ કરવા દબાણ કરાઈ રહ્યું છે આ સંદર્ભે પુણા પીઆઈ ને રૂબરૂમા જઈ લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
સુરતમા દિન પ્રતદિન આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખના શહેરમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે એનું ઉદાહરણ સામે આવ્યું છે. પોલિસ કમિશનરે આ ગંભીર બાબત ધ્યાન પર લેવી જોઈએ, યોગ્ય દિશા માં કાર્યવાહી કરી પુણા પોલીસને કાયદાના પાઠ ભણાવવા જોઈએ,