સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટીલીંકની બસ સેવા તેના ડ્રાઇવર (Driver) અને કલીનરના વર્તન- કટકી અને અકસ્માતોના કારણે વિવાદમાં આવી રહી છે. ત્યારે આજે કોસાડ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ગેટ સાથે જ બસ ચાલક દ્વારા ધડાકાભેર બસ ઘૂસાડી દેવામાં આવતા બસમાં સવાર 20 થી વધુ મુસાફરોના (Passenger) જીવ જોખમમાં મુકાયા હતા. જો કે તંત્ર દ્વારા એવુ કહેવામાં આવ્યું હતું કે, ડ્રાઇવરને ચકકર આવતા બેલેસન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. જોકે નશીબજોગે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
- BRTS બસના ડ્રાઇવરને ચકકર આવતા બસ ડિવાઇડરમાં ઘૂસી ગઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા
- કોસાડ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ગેટ પાસે જ બસ ચાલક દ્વારા ધડાકાભેર બસ ધૂસી જતાં, 20 મુસાફરો માંડ બચ્યા
સુરત મહાનગર પાલિકાના સિટી અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો શહેરમાં બેફામ રીતે બસ દોડાવતા હોવાના કારણે ટૂંક સમય પહેલા જ બસના ડ્રાઈવરો માટે ટ્રેનિંગ રાખવામાં આવી હતી. જોકે આ ટ્રેનિંગ બાદ અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બસના ડ્રાઇવરો છાસવારે અકસ્માત સર્જે છે તો કંડક્ટરો પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપતા નથી. દિન પ્રતિદિન અકસ્માતોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોસાડ નજીક આવેલા કોસાડ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ડિવાઇડર પર બસ ચાલકે ધડાકાભેર બસ ચઢાવી દીધી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. અચાનક બસ ડિવાઇડર પર ચઢી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા.
કાપોદ્રામાં અર્ચના સ્કૂલ પાસે બીઆરટીએસના રૂટ પર ભુવો પડતા દોડધામ
સુરત : શહેરમાં મેઘરાજાની બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ વધુ એક વખત મહાનગર પાલિકાના તકલાદી કામગીરીની પોલ ખૂલી જવા પામી છે. વરસાદના આગમન સાથે જ કાપોદ્રા ખાતે આવેલ અર્ચન સ્કુલ પાસે બીઆરટીએસ રોડ પર આજરોજ સોમવારે સવારે એક મોટો ભુવો પડી જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં વરાછા ઝોનના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતની ભીતિને ધ્યાને રાખીને હાલ વહીવટી તંત્ર દ્વારા આ રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ભુવાના રિપેરિંગ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભુવાને પગલે લોકોમાં મહાનગર પાલિકાની નબળી કામગીરી વિરૂદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.