વડોદરા: શહેરના કારેલીબાગ-બહુચરાજી રોડ પર આવેલા ખાસવાડી સ્મશાનનુ આજે સવારે 11 કલાકે રીનોવેશન ની કામગીરી નુ ખાતમહુર્ત ગુજરાત રાજ્ય સરકારના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ અને વડોદરા ના સાંસદ તેમજ મેયર નિલેશ રાઠોડ ની હાજરી મા થનાર છે. આ પ્રંસગે માંજલપુર ના ધારાસભ્ય સહીત રાજકીય આગેવાનો પાલિકા ના કમિશનર સહીત ના અધિકારીઓ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે ખાસવાડી રીનોવેશન અને નવીનીકરણની બીજા ભાગની બાકી કામગીરી અંગે જીએસટી વગર નિયત અંદાજિત રૂ. 5,39,92,939 થી વધુ 39.50 ટકા એટલે કે રૂ. 7,53,21,356 વધુ ખર્ચના કામને મંજૂરી માટે પાલિકાની આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું.
શહેર ના ખાસવાડી સ્મશાનના નવીનીકરણ માટે નવી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પાવર ગ્રીડ કંપની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાસે મદદ માગી હતી. આઇ.ઓ.સી.એલના સીઆરએસ ફંડમાંથી થનારી આ કામગીરી અંગે નીયત ભાવથી રૂ. 2 કરોડથી વધુના કામ અંગે કોન્ટ્રાક્ટરોની ચોક્કસ રીંગ નકારી શકાતી નથી.કોર્પોરેશનની હદમાં આવેલ ખાસ વાડી સ્મશાન શહેરની સૌથી મોટું છે. જર્જરિત થયેલા આ સ્મશાનના રિનોવેશન અને નવીનીકરણની કામગીરી બે ભાગમાં કરવાનું પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું આ અંગે પ્રથમ ભાગની કામગીરી પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા અને બીજા ભાગની કામગીરી આઇ.ઓ.સી.એલ. દ્વારા સી.એસ.આર ફંડ પાલિકા તંત્રને આપવા આ બંને કંપનીઓ દ્વારા જણાવ્યું હતું.
જેથી આ કામગીરી સીએસઆર ફંડ હેઠળ કરવા પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા અગાઉ ગત જાન્યુઆરીમાં મંજૂરી આપવામાં આવી હતી. અંગે પહેલા વિભાગની કામગીરી માં કુલ બે ચિતા છ લાકડાની ચિતા, છ ચિતાના આરસીસી શેડ, બેઠક વ્યવસ્થા, શિવજીની પ્રતિમા, સર્વિસ રોડ, પાથ-વે, ઓફિસ અને સિક્યુરિટી કેબિન ટોયલેટ, પીવાના પાણીની વ્યવસ્થા તથા ડેકોરેટિવ લાઇટિંગ, ડ્રેનેજ -પાણીની લાઈનો, લેન્ડસ્કેપિંગ અને ડિઝાઇન મુજબનો સ્મશાનનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાના કામનો સમાવેશ છે.એ બીજા ભાગની કામગીરી આઇઓસીએલ ના સીએસઆર ફંડ માંથી કરાવવાની છે.
આમ મોટા ભાગ ના સમગ્ર કામો ને મજૂરી મળી જતા આજે વડોદરા ના મહાનુભાવો ની હાજરી મા ખાતમુહર્ત કરવામાં આવનાર છે.