Vadodara

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદનો પ્રારંભ

વડોદરા તા.20 મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી શહેર મા વરસાદનો પ્રારંભ થયો છે. આચાનક વરસાદ શરૂ થતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ શહેરમાં સવારે વરસાદ શરુ થઇ ગયો હતો. વહેલી સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. સવારે થીજ વરસાદ શરુ થઇ ગયો હતો. જેને કારણે નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકોએ રેઇન કોટ નો સહારો લીધો હતો.

તો અચાનક જ વરસાદ પડતા કેટલાક વાહનચાલકો અટવાઈ ગયા હતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ભારે ઉકળાટ બાદ વરસાદનો પ્રારંભ થતા જ શહેરીજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતાં જ જોતજોતામાં શહેર માથે કાળાડિબાંગ વાદળોની ફૌજ ઉતરી આવી હતી અને વરસાદની શરૂઆત થઇ ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી શહેરની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદ પડ્યા ના અહેવાલો પ્રાપ્ત થયા છે.જેને કારણે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી મળ્યું છે.

નજીવા વરસાદમાં એસેસજીમાં પાણી ભરાતા તંત્રની પોલ ફરી ખુલ્લી
એસએસજી હોસ્પિટલમાં ચારભુજા કેન્ટીન પાસે 15 દિવસ પહેલા નવી લાઈન નાખવાની કામગીરી કરી છે.પણ પાણી જવાનો કોઈ નિકાલ થતો નથી.વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે.જેના કારણે દર્દીઓ તેમના સગા તેમજ કેન્ટીનમાં આવતા લોકોને પણ ઘણી તકલીફ પડી રહી છે.નોંધનીય છે કે પ્રતિવર્ષે આ સમસ્યા ઉદભવતી હોય છે.તેમ છતાં આજદિન સુધી તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી.

શહેરના લાડવાડા અને મોગલવાડા વિસ્તારમાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો વારંવાર અટવાય છે
શહેર ના વોર્ડ નંબર 14 સ્થિત લાડવાળા મન્સૂરી મસ્જિદ પાસે તેમજ મોગલવાડા વાડી એરીયા માં ખાડાઓની વણઝાર જોવા મળી રહી છે. સામાન્ય વરસાદ મા જ આ ખાડાઓ મા પાણી ભરાઈ જાય છે.ખાડામાં પાણી ભરાતા વાહનો અંદર ખાપકે છે લોકો પર પાણી ઉડી રહ્યું છે. અને ગંદકી પણ જોવા મળે છે. સામાજિક કાર્યકર ફારૂક સોનીએ જણાવ્યું હતું કે આ મામલે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતા હજુ કોઇ કામગીરી શરૂ કરાઇ નથી. તેથી તેમણે તાત્કાલિક કામગીરી થાય અને ખાડાઓનુ પેચ વર્ક થાય તેવી માંગણી કરી છે.

Most Popular

To Top