નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લદ્દાખમાં (Ladakh) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ‘લદ્દાખના લોકોએ મને કહ્યું છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. તેઓ ત્યાં જવા માટે સક્ષમ નથી જે તેમની ચારાણ માટેની જમીન હતી. આ મામલે તેણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગઇ નથી, પરંતુ તે સાચું નથી. તમે અહીં કોઈને પણ પૂછો તે તમને હકીકત કહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે, તેઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુશ નથી. તેમને પ્રતિનિધિત્વ જોઈએ છે. રાહુલ ગાંધીએ કહ્યું લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.
રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ પર લદ્દાખ પહોંચ્યા હતા. તેમણે અહીં પેંગોંગ ત્સો લેક ખાતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ભારત જોડો યાત્રાના સમયે લદ્દાખ જવા માંગતાં હતા પરંતુ લોજિસ્ટિકલ કારણોસર ત્યાં જઈ શક્યા ન હતા. પછી તેમણે વિચાર્યું કે લદ્દાખની ટુર ડિટેલમાં કરી લઈએ. રાહુલે કહ્યું કે તેઓ લેહ ગયા અને પછી પેંગોંગ પછી હવે નુબ્રા જવાના છે. તેમણે વધારામાં ઉમેર્યું કે આ પછી તેઓ કારગીલ પણ જશે. તેઓએ કહ્યું હાલ તેઓ લદ્દાખના પ્રવાસે લોકોના દિલમાં શું છે અને તેઓને કઈ સમ તે સાંભળવા તેઓ અહીં આવ્યા છે.
સૌથી સુંદર જગ્યાઓમાંથી એક પેંગોંગ છે
શનિવારે રાહુલ લદ્દાખથી પેંગોંગ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, ‘મારા પિતા પેંગોંગ વિશે કહેતા હતા કે તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.’ શનિવારે સવારે રાહુલ રાઇડર લુકમાં પેંગોંગ ત્સો લેક માટે રવાના થયો હતો. રાહુલના આ સાહસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રાહુલ KTM બાઇક અને સ્પોર્ટ્સ હેલ્મેટમાં લદ્દાખના રસ્તાઓ પર બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ પણ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
યૂથ કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાત કરી
લદ્દાખ પહોંચેલા રાહુલે યુવક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે અલગાવવાદના મુદ્દે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જો તમે ભારતમાં જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જોશો કે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર છે. જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 1944ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે.
રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીએ X (Twitter) પર એક વિડીયો પણ શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘પાપા, તમારી આંખોમાં ભારત માટે જે સપના હતા તે આ અમૂલ્ય યાદોથી છલકાઈ ગયા.’