નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આજે ભારત (India) ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત જે ઝડપે આગળ વધી રહ્યું છે તે આખી દુનિયા જોઈ રહી છે અને હવે G20ના નેતાઓ પણ તે જોશે. ત્યારે આ વચ્ચે તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જે અન્ય પ્રોજેકટ પર કામગીરી ચાલી રહી છે તે અંગે પણ ચર્ચા કરી હતી.
ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંગે કહ્યું હતું કે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આ હાઈવે ખુલી જશે. આ ઉપરાંત દેશમાં વધી રહેલા રોડ નેટવર્ક પર ગડકરીએ કહ્યું, ‘આપણા દેશમાં 65 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક છે. અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રોડ બનાવી રહ્યા છીએ. દરેક હાઇવે, એક્સપ્રેસ વે પર પૈસા બચાવ્યા છે. વધારામાં તેમણે કહ્યું હું દિલ્હીની આસપાસ જ 65 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કરી રહ્યો છું. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં ખુલશે અને તમારી યાત્રા 12 કલાકમાં પૂર્ણ થઈ જશે.’
તેમણે કહ્યું, ‘પિથોરાગઢથી માનસરોવર સુધીના રસ્તાનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું ‘અમે સુરતથી નાસિક, નાસિકથી અહમનગર અને ત્યાંથી સોલાપુર સુધી નવો ગ્રીન હાઈવે બનાવી રહ્યા છીએ. અમે મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂતાન સુધીના રસ્તાઓ બનાવી રહ્યા છીએ. અમે નેપાળ માટે પણ રોડ બનાવી રહ્યા છીએ. આ સાથે તેમણે દ્વારકા એક્સપ્રેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દ્વારકા હાઇવે આગામી 3-4 મહિનામાં ખુલશે. લોકો તેને 100 વર્ષ સુધી ભૂલી શકશે નહીં.
ગડકરીએ આ વચ્ચે ઈ-વાહનનો પણ ઉલ્લેખ કર્યો હતો. દિલ્હીમાં સ્ટબલના કારણે થતા પ્રદૂષણ અંગે ગડકરીએ કહ્યું ઇન્ડિયન ઓઇલે પાણીપતમાં એક પ્લાન્ટ સ્થાપ્યો છે જ્યાં એક લાખ લિટર ઇથેનોલ સ્ટબલમાંથી બનાવવામાં આવે છે અને પહેલા 150 ટન બાયો-વિટામિન્સ બનાવવામાં આવતા હતા હવે તેઓ બાયો-એવિએશન ફ્યુઅલ બનાવી રહ્યા છે જેનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે. હવે પંજાબ, હરિયાણા અને યુપીના પરાલીમાંથી 135 પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને પરલીના CNGમાંથી PNG બનાવવામાં આવી રહ્યું છે. અમે દિલ્હીમાંથી 30 લાખ ટન કચરો ઘટાડ્યો, જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થતો હતો અને દિલ્હીનો કચરો પણ ઓછો કર્યો.