વડોદરા: વડોદરાની (Vadodara) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MSU) બોયઝ હોસ્ટેલ (Boys hostel) એમએમ મહેતા હોલમાં દારૂની પાર્ટી કરતા ત્રણ વિદ્યાર્થીઓના (Students) રૂમમાં લાઈવ રેડનો વિડીયો વાયરલ થયો હતો. ત્યાં ઘટના બાદ યુનિવર્સિટીનું તંત્ર દોડતું થઈ ગયું હતું. યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે દ્વારા વિદ્યાર્થી ક્રિસ યાદવની હોસ્ટેલમાંથી હકાલ પટ્ટી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને બોલાવ્યા બાદ ડીસીપ્લીમીનરી કમિટીમાં રજૂઆત સાંભળશે અને ત્યારબાદ રિપોર્ટ સિન્ડિકેટને આપવામાં આવશે તેવી માહિતી મળી હતી.
- એક પણ વિદ્યાર્થી હાજર નહીં રહેતા આગામી 21મી તારીખે ફરી હાજર થવા નોટિસ
- એક વિદ્યાર્થીની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરી એફઆરઆઈ કરાઈ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટની બોય્સ હોસ્ટેલના એમ.એમ.હોલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય વિદ્યાર્થીઓને કમિટી સમક્ષ હાજર થવાનો પત્ર લખવામાં આવ્યો હતો. જો કે આજે એકપણ વિદ્યાર્થી ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી હવે વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટે જાહેર થવા માટે નોટિસ આપવામાં આવશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એમ.એમ.હોલમાં 15 ઓગસ્ટે દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો હતો.
ત્યારબાદ કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી અને ચીફ વોર્ડનની ઓફિસ ખાતે કમિટીની મિટીંગ મળી હતી.જેમાં તમામ વિદ્યાર્થીઓને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે એકપણ વિદ્યાર્થી આજે કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી કમિટી સમક્ષ હાજર થવા માટે ફરીથી 21મી તારીખ નક્કી કરવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટીના ચેરમેન હરી કટારીયા એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને આજે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા માટેનું એક કાગળ લખ્યો હતો.પણ વિદ્યાર્થીઓ રહ્યા નથી. એટલે કોઈ નિર્ણય આપણે ન કરી શકીએ એટલે ફરી 21 મી તારીખે ફરી બોલાવવા માટે નક્કી કર્યું છે.
એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પણ કોઈ એક્શન નથી થઈ.આ બેઠકમાં કોઈ પ્રકારની ચર્ચા નથી કારણ કે કોઈ વિદ્યાર્થી આવ્યા જ નથી એટલે જે સીસીટીવી ફૂટેજ મેમ્બરે જોયા છે અને વિદ્યાર્થીઓની રાહ જોઈ છે કે વિદ્યાર્થીઓ આવે છે કે નહીં તેમને ફોન કોલ કરવામાં આવ્યો અને ફોન પણ સ્વીચ ઓફ આવે છે એટલે ફરી 21 મી તારીખે તેઓને બોલાવવામાં આવ્યા છે નિયમ પ્રમાણે બે કે ત્રણ તક આપીશું ત્યારબાદ કમિટી નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું.