સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશનના (Police Station) ડી સ્ટાફના (D-staff) કર્મચારીઓ ટાર્ગેટ (Target) પુરો કરવા એક નિર્દોષને ઉઠાવી લાવી બે દિવસ ગોંધી રાખ્યો હોવાનો એક વિડીયો (Video) વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પીડિત યુવાને પોલીસ સ્ટેશનમાંથી જ વિડીયો બનાવી હું જો મરી જાઉં તો કાપોદ્રા પોલીસ ના ડી-સ્ટાફ ના બે પોલીસ કર્મચારીઓ જવાબદાર હોવાનું કહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ પાનના ગલ્લેથી સિગરેટ (Cigarettes) પિતા યુવકને પકડીને લઈ ગયા બાદ 18 કલાક ગોંધી રાખતા કાપોદ્રા પોલીસ વધુ એક વિવાદમાં સપડાય છે.
- નિર્દોષે વીડિયો બનાવી કહ્યું હું જો મરી જાઉં તો કાપોદ્રા પોલીસ ના ડી-સ્ટાફ ના બે પોલીસ કર્મચારીઓ જવાબદાર
- નિર્દોષ યુવકને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો એકઠા થયા
- યુવકે પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવી વાયરલ કરતા આખો મામલો બહાર આવ્યો
નામ ન લખવાની શરતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર હવે ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ટાર્ગેટ પૂરા કરવા માટે નિર્દોષ લોકોને ઉઠાવીને જેલના સળિયા પાછળ ધકેલે છે. પાનના ગલ્લેથી સિગરેટ પીતા યુવકને રીક્ષામાં બેસાડી 18 કલાક ગોંધી રાખવો એ માત્ર પોલીસ જ કરી શકે છે. નિર્દોષ યુવક ને 18 કલાક લોકઅપમાં રખાયા બાદ મુક્ત કરાયો હતો. મજબુર યુવકે પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવી વાયરલ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.
યુવક દ્વારા પોલીસ સ્ટેશનથી એક વીડીયો પણ મોકલવામાં આવ્યો છે. જેમાં તે કહે છે કે જો હું મરી જઈશ તો એના માટે પોલીસ સ્ટાફ જવાબદાર રહેશે. ઘટનાને પગલે નિર્દોષ યુવકને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો એકઠા થયા હતા.પોલીસ કર્મચારીઓ પર ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે.