SURAT

VNSGU ની કાયદા વિભાગની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 25 વિદ્યાર્થીઓને છાવરવાનો આક્ષેપ

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ગત એપ્રિલ-મે મહિનામાં કાયદા વિભાગની પરીક્ષા દરમિયાન કામરેજ કોલેજ ખાતેથી ગેરરીતિ કરતા ઝડપાયેલ વિદ્યાર્થીઓને (Students) છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ (Congress) નેતા અસલમ સાયકલવાળા એ કુલપતિની (Vice chancellor) ખુલ્લો પત્ર લખ્યો છે. એટલું જ નહીં પણ ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓમાં સુરતનાં એક હાલનાં પ્રખ્યાત મહિલા રાજકારણીનાં સુપુત્ર સંડોવાયેલા હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે.

  • કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા નો કૂલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને ખુલ્લો પત્ર

અસલમ સાયકલવાળા (કોંગ્રેસ નેતા) એ જણાવવાનું કે કામરેજ ખાતે આવેલી કોલેજમાં ગત એપ્રિલ – મે મહિનામાં કાયદા વિભાગની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગેરરીતિ આચરતા આશરે 25 કરતા વધુ વિદ્યાર્થીઓ રંગેહાથ ઝડપાયા હતા. પરીક્ષાનાં જવાબદાર અધિકારી-કર્મચારીઓ દ્વારા ગેરરીતિ બાબતનું રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓમાં સુરતનાં એક હાલનાં પ્રખ્યાત મહિલા રાજકારણીનાં સુપુત્ર સંડોવાયેલો હોવાનું કહેવાય રહ્યું છે. જેથી રાજકીય દબાણમાં આપના દ્વારા ગેરરીતિ કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનાં નામ જાહેર ના થાય એ માટે યેનકેન પ્રકારે છાવરવાનો પ્રયાસો થઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, કૂલપતિજી દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ” માઁ સરસ્વતી દેવીનાં” વાસ સમાન શૈક્ષણિક સંસ્થાનાં મુખ્ય પુજારી (મહંત) સમાન વ્યક્તિ છે. તમારી પાસે એટલીજ અપેક્ષા રાખીએ કે ગેરરીતિ બાબતમાં જે સત્ય છે એ રાજકીય દબાણવશ થયા વગર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં હિતમાં પુરાવા સાથે જાહેર કરો અને અન્ય વિદ્યાર્થીઓમાં એક ઉદાહરણ બને એવી આશા રાખીએ છીએ.

Most Popular

To Top