Vadodara

વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરના કારણે બે કર્મચારીના જીવ જોખમમાં

વડોદરા:વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરના કારણે બે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. છાણી ટીપી 13 યોગી નગર ખાતે ગેસ લાઈનમાં બ્લોર મારતા ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં બે કર્મચારીઓ દાઝી ગયા હતા
મળતી વિગતો અનુસાર શહેરના છાણી વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે ગેસ લાઈનમાં સમારકામ કરવાનું હતું. જે ગેસ લાઇન રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓ ગયા હતા. કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દિલીપ ભુરીયા અને અમિત સિંહ સમાર્કમાં હેતુ ગયા હતા અને ત્યાં લાઈનમાં બ્લોર મારવા જતાની સાથે જ અચાનક ભડકો થયો હતો.

જો કે આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ તે એક સવાલ છે.અચાનક ભડકો થતા આગ ફાટી નીકળી હતી અને આગમાં બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલ કર્મચારીઓ દિલીપ ભુરીયા અને અમિત સિંહ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે આ બાબતમાં નોંધવા જેવી વાત એ છે કે હાલ સુધી વડોદરા ગેસ લિમિટેડે કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી. રીપેરીંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ તક્ષ કન્સ્ટ્રક્શન પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર ઇજાગ્રસ્ત કર્મચારીઓને મીડિયામાં નિવેદન નહીં કરવા દબાણ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ નિવેદન આપવાનું ટાળી રહયા છે.

Most Popular

To Top