આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ગુંટુર જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવકા પિતાએ (Step father) તેની પત્ની સહિત બે દીકરીઓને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. તેણે ગોદાવરી નદીમાં પોતની પત્ની સહિત બે દીકરીઓને ધક્કો માર્યો, પરંતુ એક 13 વર્ષીય દીકરીએ (Girl) સૂઝબૂઝ અને બહાદુરીથી પોતાના જીવ બચાવ્યો. પિતાના ધક્કો માર્યા બાદ તેણી નીચે પડવાને બદલે પુલના પાઇપ પર લટકી ગઇ હતી. પાઇપ પર લટકતી વખતે તેણે 100 નંબર ડાયલ કરી પોલીસને (Police) જાણ કરી પોતાનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જો કે આરોપી પિતાની સુરેશ તરીકે ઓળખ થઇ છે. જે પોતાની પત્ની સુહાસિની અને તેની દીકરીઓ કીર્તના અને જર્સીથી છુટકારો મેળવવા માંગતો હતો. તેથી રવિવારે સવારે તેણે ગોદાવરી નદીના પુલ પરથી ત્રણેયને ધક્કો માર્યો હતો. આ ઘટના બાદ સુહાસિની અને જર્સી વિશે કોઇ માહિતી મળી નથી. પરંતુ કીર્તનાએ બહાદુરી દાખવી પોતાનો જીવ બચાવ્યો છે.
આરોપી સાવકા પિતા સુરેશે જ્યારે પત્ની સહિત તેની બે દીકરીઓને પુલ પરથી ધક્કો માર્યો હતો ત્યારે 13 વર્ષીય કીર્તના પુલ પરના એક પાઇપ પર લટકી ગઇ હતી. ત્યાર બાદ તેણીએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોલીસને ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડતી થઇ હતી, અને અડધા કલાકમાં કીર્તનાનો જીવ બચાવવમાં આવ્યો હતો. જો કે ઘટનામાં આશ્ચર્યચકિત વાત એ છે કે પોલીસને જોણ કર્યા બાદ કીર્તના આશરે અડધો કલાક પાઇપ પર જીનવ અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી. જેથી પોલીસ પણ ચોંકી ગઇ હતી.
આ ઘટના વિશે વધુ જણાવતા પોલીસે કહ્યું કે “એક છોકરીએ તેને ડાયલ 100 પર કોલ કર્યો અને તેને ગૌતમી બ્રિજ પરથી બચાવવા કહ્યું.” તેણીએ જણાવ્યું કે તેને ઉલ્વા સુરેશ નામના વ્યક્તિએ પુલ પરથી ધક્કો મારી દીધો હતો. આ દરમિયાન તે પ્લાસ્ટિક કેબલ પાઇપની મદદથી લટકી રહી છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ રવુલાપાલેમ પહોંચી હતી. અહીં પોલીસ કર્મચારીઓએ જોયું કે બાળકી કેબલ પાઇપની મદદથી બ્રિજ પર ખતરનાક હાલતમાં લટકતી હતી. આ પછી પોલીસ ટીમે હાઈવે મોબાઈલ કર્મીઓની મદદથી યુવતીનો જીવ બચાવ્યો હતો. યુવતીના કહેવા પ્રમાણે, ‘સુરેશ તેમને રાજમુન્દ્રી લઈ ગયો અને જ્યારે તેઓ રવુલાપાલેમ બ્રિજ પર હતા ત્યારે તેણે કાર રોકી અને સેલ્ફી લેવાના બહાને તેને અને તેની માતા અને બહેનને ધક્કો માર્યો. પોલીસ ગુમ થયેલા માતા-પુત્રીને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. જો કે હાલ આરોપી ફરાર છે.