Comments

સંસદનો હોબાળો, કોઈ અંત નથી દેખાતો

20 જુલાઈના રોજ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું જેને લગભગ એક પખવાડિયું થઈ ચુક્યું છે, શાસક અને ઉશ્કેરાયેલા વિપક્ષો વચ્ચેનો વાદવિવાદ આજદિન સુધી ચાલુ છે અને હજુ પણ અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી. સરકાર કે વિપક્ષ બે માંથી કોઈ પણ પોતાના નિવેદનથી પાછળ હટવાના મૂડમાં નથી. અત્યાર સુધી સૌથી મોટુ કપટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદની સંપૂર્ણ અવગણના કરવી, જેમાં મણિપુરની સ્થિતિ પર નિવેદન આપવાની માંગને અવગણી છે, જેમાં કોઈ ચોક્કસ નિયમ હેઠળ આ મુદ્દા પર ચર્ચા કરવાની વિપક્ષની માંગે બંને ગૃહોને નિષ્ક્રિય બનાવ્યું છે. ખાસ કરીને શાસક પક્ષ દ્વારા હોદ્દાની ગરીમાંને આગામી ચૂંટણીની સિઝન સાથે સીધો સંબંધ હોય છે. 2024ની લોકસભાની ચૂંટણીઓ સાથે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, જે ઘણાં કારણોસર મોદી અને વિપક્ષ બંને માટે નિર્ણાયક રહેશે.

અલબત મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચાને અવગણવી તે મોદી કે તેમની સરકારનાં હઠાગ્રહને યોગ્ય નથી ઠેરવતું. એવું નથી કે સરકારે ચર્ચાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ તે થોડા સમય માટે પડતા ઝાપટા જેવી હશે જ્યારે વિપક્ષ વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માંગે છે. જેથી ઉત્તર-પૂર્વીય રાજ્યમાં વણસતી પરિસ્થિતિને સંભાળવામાં અને વિવાદ શરૂ થયાના ત્રણ મહિના પછી પણ હિંસા પર કાબુ મેળવવામાં નિષ્ફળતા માટે ‘ડબલ એન્જિન’ સરકારની બોલતી બંધ કરવાની તક માંગે છે. સંસદમાં આ મુદ્દા પર ચર્ચા લગભગ અશક્ય લાગે છે કારણ કે આ મહિનાના અંતમાં ચોમાસુ સત્ર પુરુ થશે, મુદ્દાને બંધ કરવા પાછળ આ બધી મહેનત છે. હાલમાં આ મામલાની સુનાવણી કરી રહી સુપ્રીમ કોર્ટની ગંભીર ટકોર બાદ પણ નિષ્ક્રિય મુખ્યમંત્રી એન.બિરેન સિંહને સત્તા પર રહેવાની મંજૂરી છે. કેન્દ્ર દ્વારા આ કેસ CBIને સોંપવાની ઈચ્છા દર્શાવવી તે એક માત્ર સર્વોચ્ચ અદાલત સામે રજૂ કરવામાં આવેલી પહેલ છે.

મણિપુરમાં બંધારણીય નિષ્ફળતાનો અરીસો દેખાડતી સર્વોચ્ચ અદાલતની ટીપ્પણી બાદ પણ, કેન્દ્ર એવા કોઈ પગલાં લેવાના મૂડમાં નથી કે જે લડતા જૂથો વચ્ચે જ નહીં પણ દેશભરમાં વિશ્વાસ જગાડી શકે. રાજીનામું છીનવી તેને સમર્થકો દ્વારા જાહેરમાં ફાડી નાંખવાના નાટક છતાં બિરેન સિંહનું મુખ્યમંત્રી પદે રહેવું કેવી રીતે વાજબી હોઈ શકે? એ જ રીતે વડા પ્રધાનને સંસદમાં ચર્ચા માટે નિવેદન આપવાની વિપક્ષની માંગને ન ગણકારવા પાછળ કોઈ વાજબી કારણ નથી.

એવું નથી કે અગાઉ સંસદમાં આવો હોબાળો જોવા નથી મળ્યો. આ પહેલીવાર નથી થઈ રહ્યું પણ જે હકીકત હાલની સ્થિતીને અલગ અને ગંભીર બનાવે છે કે સંવેદનશીલ ઉત્તર-પૂર્વમાં આવેલું મણિપુર સળગી રહ્યું છે તોફાનીઓ પોતાની મરજીથી આગ લગાડી રહ્યાં છે હત્યા કરી રહ્યા છે. આવા ગંભીર બનાવો વચ્ચે અટલ બિહારી વાજપેયી સહિતના વડા પ્રધાનોએ એક્ટ 267 હેઠળ યોજાયેલી ચર્ચાઓમાં અગાઉ ભાગ લીધો હતો, આ પહેલી વાર છે કે વડા પ્રધાન મોદી આ વિષયમાં વિપક્ષ સામે બંધાયેલા નથી.

નિયમો હેઠળ ચર્ચા થાય છે કે નહીં તે એક અલગ પ્રશ્ન છે. પણ જે વર્તન દર્શાવે છે કે આ સરકાર શાસનના મુદ્દાઓ અને સંસદીય પ્રણાલીઓ પર અલગ-અલગ વલણ ધરાવે છે. આ મુદ્દાઓ પર અલગ રીતે વિચારવું કે કામ કરવું તે એમની ઉપર છે, પરંતુ કોઈ પણ સરકાર દેશની એકતા અને અખંડિતતા તેમજ લોકશાહી અને સંસદીય પ્રથાઓ સુનિશ્ચિત કરવાના સંદર્ભમાં તેની મૂળભૂત જવાબદારીઓથી ભાગી શકતા નથી.

અહીં અજાયબી એ છે સંસદમાં હોબાળો ચાલુ છે અને સરકાર દ્વારા પરિસ્થિતિને ઉકેલવા માટે કોઈ દેખિતા પ્રયાસ કરવામાં નથી આવ્યા. રાજકીય પક્ષો ખાસ કરીને જ્યારે ચૂંટણીની માહોલ હોય ત્યારે સંસદમાં વિરોધ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ જ્યારે દેશનો એક ભાગ મુશ્કેલીમાં છે અને બધાની નજર સરકાર અને સંસદ પર છે ત્યારે માત્ર ચૂંટણીની દ્રષ્ટિએ ફાયદો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

સરકાર દ્વારા હાલમાં જે વાદ-પ્રતિવાદનો એક નવો રિવાજ પાડ્યો છે, તે હંમેશા મત મેળવવાનો કે પોતાને સાચા દેખાડવાનો ઢંગ નથી. લોકતાંત્રિક રાજનીતિમાં વાદવિવાદ અને વિરોધને સમાયોજિત કરી મુદ્દાઓને ઉકેલવાની ક્ષમતામાં સરકારનું સામર્થ્ય રહેલુ છે. આ બધા વચ્ચે ખોટી સર્વોપરીતામાં મહાલવાને અવકાશ નથી. મજબૂત બહુમતીવાળી સરકારના એક શક્તિશાળી નેતા મોદીએ વિપક્ષનો સામનો કરવા અને મણિપુરને સુધારવાની તૈયારી બતાવવી જોઈતી હતી. કેન્દ્ર અને મણિપુરમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ સ્વીકારવાથી તેઓ કોઈ પણ ગંભીર પડકારોનો સામનો કરવા તૈયાર નિર્ણાયક વડા પ્રધાન તરીકેની છબીને ચોક્કસપણે સુધારતે.

લોકશાહીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવા છતાં રાજકારણને, સંસદીય પ્રથા કે શાસનની બાબતોમાં પ્રાથમિકતા ન મળવી જોઈએ. કમનસીબે, આ નિયમને ભુલાવી દેવામાં આવી રહ્યો છે, જે લોકશાહી માટે સારા વાટ નથી. આ જ સમય છે કે સરકાર સંસદની નિષ્ક્રિયતા તોડવા માટે કામ કરે, જેમાં વડા પ્રધાન પોતે મુખ્ય ભૂમિકા ભજવે. સરકારના વડા અને શાસક પક્ષ ભાજપની મુખ્ય વ્યક્તિ તરીકેની તેમની ભારે વર્ચસ્વવાળી સ્થિતિને જોતાં, માત્ર મોદી જ આ ઘર્ષણને દૂર કરવાની કોશિશ કરી શકે છે.

સંસદના બંને ગૃહોમાં મણિપુરની સ્થિતિ પર સ્વેચ્છાએ નિવેદન આપે તો શું નુકસાન થશે? ઉલટુ આનાથી વાતાવરણમાં સુધાર થશે અને કયા નિયમ કે કલમ હેઠળ પરસ્પર ચર્ચા યોજવા અંગે સમજણ મેળવવામાં મદદરૂપ થશે. મણિપુર મુદ્દે સુપ્રીમ કોર્ટ આગળ વધે તે પહેલાં કેન્દ્ર ઠપ્પ થયેલી સંસદના અવરોધને તોડવામાં અને કાર્યવાહી કરવામાં મદદ કરે તે પણ સરકારના હિતમાં છે. જે સંસદ અને સરકારની સર્વોપરિતા માટે જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top