વડોદરા: દેશ ડિજિટલ યુગની વારો કરી રહ્યો છે.અને ભારતની સંસ્કૃતિ પશ્ચિમના લોકો અપનાવી રહ્યા છે. દેશના લોકો પણ હાથમાં આધુનિક મોબાઈલ જેવા ઉપકરણો લઈને ફરે છે પરંતુ તેઓના વિચારો હજુ પણ આદિમાનવ કાળના હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામે બનેલી એક ઘટનાએ કહેવાતા સમાજના ઠેકેદારોનું પણ મસ્તક ઝુકાવી દીધું છે. ગામમાં એક દલિત સમાજના વૃદ્ધના મૃત્યુ બાદ તેઓને સ્મશાનમાં અગ્નિદાહ આપવા દીધો ન હતો.અને કલાકો સુધી તેઓનો મૃતદેહ રઝળતો રહ્યો.
ગામેઠા ગામના રહેવાસી વૃદ્ધ કંચનલાલ વણકરનું નિધન થયું હતું. રીતે દલિત સમાજ દ્વારા તેઓના સ્મશાનમાં મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે પરંતુ હાલ વરસાદની મોસમ ચાલી રહી હોય તેઓના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી કંચનલાલના મૃતદેહને ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને પરિવારજનો તેમજ આસપાસના લોકો તે સ્મશાનમાં લાકડા મૂકી આવ્યા હતા. જો કે ત્યાર બાદ ગામના જ કેટલાક લોકો સ્મશાનમાં જઈ લાકડા હટાવતા હતા.
આ અંગે મૃતકના દીકરા રજની તથા પરિવારજનોને જાણ થતા તેઓ સ્મશાન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેટલાક લોકો હાજર હતા જેઓએ જાતી વિષયક અપમાન જનક શબ્દો બોલ્યા હોવાના આક્ષેપો કરાયા છે. બાદમાં ગામના સરપંચને ફોન કરીને વાત કરતા તેઓએ જણાવેલ, કે હાલ હું વડોદરા છું અને ગામમાં આવુ છુ. પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને ફરિયાદીના પિતાજી કંચનભાઈ ની અંતિમયાત્રા સ્મશાન નજીક સવારે ૮.૩૦ કલાકે મૃત્યુ પામનાર કંચનભાઈ ની ડેડ બોડી ના ભારે વિવાદો પછી મૃત્યુ ના ૧૩ કલાક બાદ મોડી રાત્રે અગ્નિ સંસ્કાર થયા હતા. આ અંગે મૃતકના પુત્રએ વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કોની કોની સામે ગુન્હો નોંધાયો
(1) નગીનભાઇ પઢિયાર
(2) અશોકભાઇ પઢિયાર
(3) વિજયભાઇ પરમાર
(4) ઘનશ્યામભાઈ પઢિયાર
(5) ભદાભાઇ પઢિયાર
(6) ચંદ્રસંગ ઉર્ફે દેગો પઢિયાર
(7) મગનભાઇ પઢિયાર
(8) રાયસંગભાઇ પઢિયાર
(9) રમણભાઇ પઢિયાર
(10) અરવિંદભાઇ ઉર્ફે બકો પઢિયાર
(11) મંગળભાઇ ઉર્ફે મંગો પઢિયાર ટેમ્પાવાળો
(12) ભમ્પો પઢિયાર
(13) બળવંતભાઇ પઢિયાર