વડોદરા: ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયસ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા વધુ એક બિલ્ડર દ્વારા ગ્રાહક સાથે કરોડોની રૂપિયા ઠગાઇ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અંકોડિયા રોડ પર રહેતા મહિલાએ મકાનનો સાઇટમાં બે ફ્લેટ 1.27 કરોડમાં બુક કરાવ્યા હતા પરંત બિલ્ડરે તેમને દસ્તાવજે કરી આપ્યા ન હતા. તેમની જાણ બહાર બનાવટી સહી કરીને બોગસ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી. જેથી મહીલાએ ઠગ બિલ્ડર સામે ઠગાઇની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. શહેરના અકોડિયા રોડ પર આવેલી એન્ટીકા ગ્રીનવૂડ્સમાં રહેતા ઋતુબેન મિહીર પંચાલ ઇન્ટીરિયર ડીઝાઇનર છે.
ઓએ વર્ષ 2019માં કોર્નર પોઇન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ડાયરેક્ટર મેહુલ દિલીપ પંડ્યાં દ્વારા અંકોડિયા ખાતે ઉત્તોપીયન કોર્નર નામની રહેણાક મકાનોની ફ્લેટોની સ્કીમ શરુ કરી હતી. આ સ્કીમમાં મહિલાએ વર્ષ 2019માં ફ્લેટ નંબર પીઇ -4 તથા ફ્લેટ નંબર પીઇ -7 બુકિંગ કરાવ્યા હતા. બંને ફ્લેટોના તેઓએ 1.27 કરોડ બિલ્ડરને રોડકા તથા ચૂકવી દીધા હતા. તેમ છતાં બિલ્ડર દ્વારા અત્યારુ સુધીમાં કોઇ તેમને બંને ફ્લેટની દસ્તાવેજ કરી આપવામાં આવ્યા નથી.
ઉપરાંત મહિલાની ખોટી તથા બનાવટી સહી કરીને બોગસ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હતા. જેના થકી સરકારી કર્મચારીઓને પણ ગેરમાર્ગ દોરી બનાવટી દસ્તાવેજ હોવાના જાણવા છતાં તેમનો સાચા તરીક ઉપગયો કર્યો છે. જેથી મહિલાએ મેહુલ પંડ્યા વિરૂદ્ધ ડીસીપી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આખરે બિલ્ડર મેહુલ દિલીપ પંડ્યાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી દીધેલ છે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડર સામે અગાઉ સયાજીગંજ, ગોત્રી, લક્ષ્મીપુરા પો.સ્ટે.માં ઘરેલુ હિંસાચ, ઠગાઈ, સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે.