Gujarat

ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરાના સોલંકીનું પક્ષમાંથી રાજીનામું

ગાંધીનગર: 2024ની ચૂંટણીઓની (Election) તૈયારી વચ્ચે ગુજરાતનાં ભાજપનાં મોટા નેતાના રાજીનામાના (Resignation) કારણે ખળભળાટ મચ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા આખરે છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું છે.

પ્રદીપસિંહે 7 દિવસ પહેલા રાજીનામું આપ્યાની વાતને BJPનાં રાષ્ટ્રીય સંગઠન નેતાએ સ્વીકારી છે. વાઘેલાના રાજીનામા પછી સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું તેમણે સ્વઈચ્છાએ રાજીનામું આપ્યું કે માગી લેવામાં આવ્યુ છે. આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલાની તમામ જવાબદારીઓ રજની પટેલને સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત જમીન કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની હાલ ચર્ચા શરૂ થઈ છે. તેમને કમલમમાં પ્રવેશવા સામે મોવડીમંડળે મનાઈ ફરમાવી હોવાનું પણ પણ સામે આવ્યું છે. ભાજપનાં યુવા નેતાએ એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણાં કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવ્યાં હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપી હતી.

આ કેસમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી હતી. હાલ જમીન કૌભાંડમાં યુવા નેતા પ્રદિપ સિંહ વાઘેલા સાથે અમદાવાદ ભાજપના અન્ય લોકો સામેલ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વસાવના સમર્થકો સિવાય પણ બીજા લોકોની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. એવી ચર્ચા હતી કે પત્રિકામાં થયેલા આક્ષેપોને લઈને શહેર પોલીસની એક ટીમે તેમની પાંચે કલાક પૂછપરછ કરી હતી. આ મામલે પહેલા નેતાએ વાત ગોળગોળ ફેરવી હતી પણ અંતે કૌભાંડ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું.

આ ઉપરાંત તેમના વિરુદ્ધ અન્ય ફરિયાદો પણ કરાય હતી જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદનો પોટલો દિલ્હી પહોંચ્યો અને રાજીનામું લઈ લેવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીનું પણ રાજીનામું
પ્રદીપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કરી છે. એક જ દિવસમાં બે નેતાના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સોલંકીના રાજીનામા અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સોલંકીએ રાજીનામું આપ્યું કે તેમની પાસે પાર્ટી દ્વારા લઈ લેવાયું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી. તાજેતરના મેયર પત્રિકાકાંડ તેમના રાજીનામા માટે જવાબદાર હોવાની ચર્ચા છે.

Most Popular

To Top