Vadodara

આર્થિક ભીંસમાં પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત

વડોદરા : મોંઘવારીની માર સહન નહી થતાં આર્થિકમાં ભીંસમાં આવી જીવનલીલા શંકેલી રહ્યા છે. રાવપુરા વિસ્તારના કાછિયા પોળમાં રહેતા પરિવારે આર્થિક સંકડામણમાં આવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા-પિતાએ ઝેરી દવા પીધી જ્યારે પુતે ગળેફાસો ખાંધો હતો. જેમાં માતા પુત્રનુ મોત નિપજ્યું હતું. પિતા બચી જતા બ્લેડથી ગળાના ભાગે ઘા માર્યા હતા. પરંતુ સહિન નહી થતા બુમરાણ મચાવતા પાડોસી દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસે બંને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે જ્યારે વૃદ્ધને સારવાર માટે ખસેડ્યો હતો.

રાવપુરા વિસ્તારના કલાભુવન પાસે પીરમીતાર રોડ પર આવેલી કાછિયા પોળમાં મુકેશ ભોગીલાલ પંચાલ તેમની પત્ની નયના પંચાલ તથા પુત્ર મિતુલ પંચાલ સાથે રહેતા હતા. મૂળ લક્કઠપિઠા વિસ્તારનો પંચાલ પરિવાર કાછિયા પટેલની વાડીમાં છેલ્લા 7 વર્ષથી ભાડે રહેતો હતો. મુુકેશભાઇ પંચાલ તાંદલજા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. જ્યારે નયનાબેન હાઉસ વાઇફ હતા અને પુત્ર કોઇ નોકરી ધંધો કરતો ન હતો. ઓછા પગાર સાથે ઘર ભાડુ ભરવું તથા પરિવારના સભ્યોનું પાલન કરવું ઘણુ ્મુશ્કેલ બની ગયું હતું. નોકરી પરથી મળતા વળતરથી ઘર ખર્ચમાં પહોંચી વળાતુ ન હોય તેઓ દર મહિના કોઇને કોઇ પાસેથી મહિના પુરો કરવા માટે ઉછીના રૂપિયા લેતા હોવાથી તેમના માથા પર દેવું પણ ઘણુ વધી ગયું હતું.

જેના કારણે મુકેશ પંચાલે પત્ની અને પુત્ર સાથે રાત્રીનું ભોજન જમ્યા બાદ પત્ની અને પુત્ર સાથે ચર્ચા કર્યા બાદ પ્રિપ્લાન સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો અને સોમવારે મોડી રાતના જ પતિ અને પત્નીએ ઝેરી દવા ગટગટાવી હતી. જ્યારે પુત્ર મિતૃલે દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો. પરંતુ મુકેશ પંચાલને ઝેરી દવાના અસર નહી થતા બ્લેડ વડે ગળાના ભાગે હુમલો કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વહેલી સવારે દર્દ સહન નહી થતા તેમણે બુમરાણ મચાવતા ઘર માલિક સહિતના લોકોએ દોડી આવ્યા હતા અને પોલીસની જાણ કરતા ડીસીપી અભય સોની તથા રાવપુરા પીઆઇ પી જી તિવારી સહિતનો સ્ટાફે દોડી આવ્યો હતો અને માતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે સયાજીમાં ખસેડ્યાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર ખસેડ્યો હતો. જ્યા સારવાર બાદ તેમનું પણ કરુણ મોત થયું હતું.

નયનાબેન પંચાલના મૃતદેહ પાસેથી પડેલી લાલ રંગની ડાયરીમાં સ્યુસાઇન નોટ લખી હોવાનું અનુમાન
પ્રાથમિક અનુમાન માતા-પિતા અને પુત્ર રાતના ભોજન જમ્યા બાદ પોતાના પથારમા ઉઘવા માટે ગયા હતા. તે દરમિયાન પુત્રે પથારીમાં જ ટેબલ પર ચડી પંખાના હુંક સાથે દોરીથી ફાંસો ખાધો હતો. જ્યારે માતા નયનાબેનને પણ ઝેરી દવાના પીને પોતાની પથારીમાં ઉઘી ગયા હતા. તેમની પાસે લીલા કલરની દવા ઢોળાયેલી જણાઇ રહી છે. સાથે એક લાલ કલરની ડાયરી અને તેમાં એક પેન પણ મળી આવી છે. જેમાં પરિવાર દ્વારા સ્યુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળ્યું છે.

પુત્ર મિતુલની લટકતી લાશના હાથ બાંધેલા હોવાથી હત્યાના આશંકા
સવારે આપઘાત કર્યાનો મેસેજ મળતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે પુત્ર મિતુલ અંદરના રૂમમાં દોરી પર લટકતો હતો તેના હાથ પણ દુપટ્ટાથી બાંધેલા હતા. જયારે માતાએ લીલા કલરની ઝેરી દવા ગટગટાવી લીધેલી હતી. ઘરમાં દવા પણ ઢોળાઇ ગયેલી હતી. દવા મોટી માત્રા ઢોળાવી તથા મિતુલના હાથ બાંધવા એ શંકા ઉપજાવે છે. જેથી એક નજરે હત્યા પણ કરાઇ હોવાના આશંકા નકારી શકાય તેમ નથી.

સોની, મિસ્ત્રી, ચૌહાણ અને હવે પંચાલ પરિવાર
2021: સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના અન્ય પાંચ સભ્યોએ સાથે કોલ્ડ્રિંક્સમાં ઝેરી દવા મેળવી સામૂહિક આપઘાત કરતા છ પૈકી પાંચના મોત નિપજ્યા હતા.
2023: શહેરના વાઘોડિયા રોડ પર રહેતા ભાડાના મકાનમાં દેવુ વધી જવાના કારણે પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલુ ભર્યુ હતું.
2023: કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં એક ભાડાના મકાનમાં દક્ષાબેન ચૌહાણ સગી માતાએ જ ઝેરી દવા પીવડાવી અને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મકાન માલિકની પૂછપરછ કરાઇ રહી છે
કાછિયા પોળમાં મુકેશ પંચાલ બચાવો બચાવો બચાવોની પાડેલી બૂમો સંભળતા તેઓ ઉપર ગયા હતા ત્યારે આધેડે લોહીલુહાણ હાલતમાં હતા જ્યારે દિકરી અને પત્ની અંદરના રૂમમાં આપઘાત કરી લીધો હતો. જેથી મહિલાએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી તથા પોલીસને પણ જાણ કરી હતી. પંચાલ પરિવારે આર્થિક સંકડામણમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે તેવું જણાઇ રહ્યું છે. મકાન માલિકની પૂછપરછ કરાઇ રહી છે. – અભય સોની, ડીસીપી

માતાનું ઝેરી દવા પીવાના કારણે તથા પુત્રનું શ્વાસ રુંધાવના કારણે કરુણ મોત થયું
મંગળવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં પોલીસને મેસેજ મળતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને માતા-પુત્રના મૃતદેહને પીએમ માટે તથા ઈજાગ્રસ્ત મુકેશ પંચાલને પણ સારવાર માટે ખસેડ્યો હતો. તબોબો દ્વારા પીએમ કરાતા માતાનું ઝેરી દવા વધુ માત્રામાં પીવાના કારણે તથા પુત્રના મોતનુ કારણે શ્વાસ રુધાવાના કારણે એટલે હેગિંગ હોવાનું પીએમ રીપોર્ટમાં બહાર આવ્યું છે.

છેલ્લાં ઘણા સમયથી મિતુલ પંચાલ નોકરી ધંધો નહી હોવાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો
છેલ્લા 7 વર્ષી કાછિયા પોળમાં ભાડે રહેતા પંચાલ પરિવારમાં માત્ર 55-60 વર્ષના મુકેશ પંચાલ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો 25-30 વર્ષીય પુત્ર મિતુલ પંચાલ કોઇ નોકરી ધંધો કરતો હતો. છેલ્લાં ઘણા સમયથી નોકરી નહી કરવાના કારણે મિતુલ પણ ડિપ્રેશનમાં આવી ગયો હતો.ઘરમાં જ રહેવાનું અને તેના કોઇ મિત્ર સર્કલ પણ ન હતા ઉપરાંત પિતાના માથા પર વધતા દેવાના કારણે ત્રણેય મળીને સામૂહિક આપઘાતનો પ્લાન ઘડ્યો હતો.

મુકેશ ચૌહાણ ગળામાં ગંભીર ઘા હોવાથી સારવાર માટે SSG ખસેડાયા હતા
મુકેશ પંચાલ ગળાના ભાગે ગંભીર ઘા વાગ્યો હોવાથી તેમને સવારે સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત ક્રિટિકલ હતી. જેના કારણે મંગળવારે મોડી સાંજના તેમનું પણ મોત નિપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. રાવપુરા પીઆઇ પી જી તિવાર સહિતના કાફલા સાથે એફએસએલની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી.

મોડી રાતના જ આપઘાત કરી લીધો હોવાથી માતા-પુત્રના મૃતદેહો કડક થઇ ગયાં
રાવપુરાના કાછિયા પોળમાં બીજા માળે ભાડે રહેતા પંચાલ પરિવાર છેલ્લા ઘણા સમયથી એકલુ રહેતું હતું તેમના ઘરે કોઇ સંગા સંબંધીઓ પણ આવતા ન હતા.તેમને ઘરમાં ખાવાના પણ ફાફા પડતા હતા. મુકેશ ચૌહાણના માથા પર વધી ગયેલા દેવાના કારણે તેઓએ જીવન ટુકાવી લેવાનો નિર્ણય કર્યો હતો. સોમવારે મોડી રાતના સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘરના વડા બચી ગય હતા.જ્યારે માતા-પુત્રના રાતના મોત નિપજ્યા હોવાથી તેમના મૃતદેહો કડક થઇ ગયા હતા.

Most Popular

To Top