મુંબઈ: જયપુરથી મુંબઈ જનારી મુંબઈ સુપર ફાસ્ટ એકસ્પ્રેસ ટ્રેનમાં (Mumbai Super Fast Express Train) સોમવારે પાલઘર સ્ટેશન પાસે RPFનાં કોન્સ્ટેબલે ગોળીબાર (Firing) કર્યો હતો. આ ઘટનામાં ASI સહિત 3 યાત્રિઓનાં મોત (Death) થયાં હતાં. આરોપી ચેતનની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે ચેતન સાથે પોસ્ટિંગ મળેલા એક જવાને દાવો કર્યો છે કે ચેતને પહેલા તેનું ગળું દબાવવાની કોશિશ કરી અને પછી તેની પાસેથી તેની રાઈફલ છીનવી લીધી અને ફાયરિંગ કર્યું હતું.
આરોપી ચેતન સામે FIRમાં RPF કોન્સ્ટેબલ અમય ઘનશ્યામ આચાર્યનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હંમેશાની જેમ 30 જુલાઈનાં રોજ હું મારા સાથીઓ સાથે સૌરાષ્ટ્ર મેલ ટ્રેનથી મુંબઈ સેન્ટ્રલ જવા માટે રવાના થયો હતો. મારી અને ચેતન પાસે 20 રાઉન્ડ વાળી ARM રાઈફલ હતી જ્યારે ASI ટીકારામ મીના અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પરમાર પાસે 10 રાઉન્ડ વાળી પિસ્તોલ હતી.
ઘનશ્યામે કહ્યું રાત્રિનાં લગભગ 2.53 વાગ્યે અમે મુસાફરી શરૂ કરી હતી. ત્યાર પછી જ્યારે હું ટીકારામને રિપોર્ટ આપવા માટે તેમના ડબ્બામાં ગયો ત્યારે તેમણે મને કહ્યું કે ચેતનની તબિયત નથી સારી. તેથી તેને થોડી થોડી વારે જોવામાં આવે. જ્યારે ચેતને ટીકારામને કહ્યું હતું કે તેને વલસાડ સ્ટેશન પર ઉતારી દેવામાં આવે પરંતુ ટીકારામે તેને સમજાવ્યો કે તેની ડ્યુટીનાં માત્ર 3-4 કલાક જ બાકી છે. તેથી તે ખાલી સીટ પર આરામ કરે અને પછી મુંબઈ જઈને દવા અને તેણે જે ઈલાજ કરાવો હોય કે કરાવે.
ટીકારામના કહેવા પર ચેતન થોડી વાર સૂઈ તો ગયો પણ 10-15 મીનિટ પછી તે ગુસ્સામાં ઉઠ્યો અને તેણે પોતાની રાઈફલ માંગી. ઘનશ્યામે કહ્યું મેં તેને રાઈફલ આપવાની ના પાડી તો તેણે મારું ગળું દબાવ્યું અને મારી રાઈફલ લઈ ગયો હતો. પરંતુ પછી મે તેને કહ્યું કે આ રાઈફલ મારી છે અને તેણે રાઈફલ બદલી ચાલતી પકડી હતી. આ ઘટના પછી હું ટીકારામ પાસે ગયો અને કહ્યું કે ચેતનને સમજાવો. ટીકારામે તેને સમજાવોનો પ્રયત્ન કર્યો પણ ચેતન કશું સમજવા માગતો ન હતો. આ પછી ચેતને ફાયરિંગ કરવાનું શરુ કર્યું જેમાં 3 મુસાફરો સહિત ASI મૃત્યું પામ્યાં હતા.