નવી દિલ્હી : ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) ટ્વિટરને વિશ્વનું સૌથી સુરક્ષિત (secure) અને શ્રેષ્ઠ (Best) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે માટે તેઓ ટ્ટિટરમાં વિવિધ ફેરફારો કરી રહ્યા છે. તાજેતરની વાત કરીએ તો તેઓએ ટ્ટિટરનો લોગો બદલીને X કર્યો છે અને ટ્વિટર હેન્ડલ પણ બદલ્યું છે. આ તમામ ફેરફારો વચ્ચે હવે X ના વપરાશકર્તાઓ માટે એલોન મસ્કે X માં રેવન્યુ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ દ્વારા X ના વપરાશકર્તાઓ આ પ્લેટફોર્મમાં મોટા પ્રમાણે કમાણી (Earnings) કરી શકશે.
મસ્કે ટ્વિટરના માલિક બન્યા બાદ મોનિટાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી હતી
ઈલોન મસ્કે ટ્વિટરના માલિક બન્યા બાદ મોનિટાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી હતી. મસ્કએ જુલાઈની શરૂઆતમાં એડ રેવન્યુ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જો કે તે પછી ફક્ત કેટલાક પસંદ કરેલા વપરાશકર્તાઓને જ તેનો લાભ મળી રહ્યો હતો. ત્યાર બાદ હવે X.Com ના તમામ વપરાશકર્તાઓ માટે એટલે કે આ પ્રોગ્રામ વૈશ્વિક સ્તરે શરૂ કરવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે એડ રેવન્યુ પ્રોગ્રામ શરૂ કરવા વિશે માહિતી આપવામાં આવી
X કંપનીના ટ્વીટ દ્વારા વૈશ્વિક સ્તરે એડ રેવન્યુ પ્રોગ્રામ શરૂ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે હવે એડ રેવન્યુ પ્રોગ્રામ વૈશ્વિક પાત્ર સર્જકો માટે લાઇવ કરવામાં આવી છે અને ચૂકવણી મેળવવા માટે મુદ્રીકરણની સેટિંગમાં જવું પડશે. કંપનીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે X શ્રેષ્ઠ એપ્લીકેશન બને જેના પર યુઝર્સ માહિતી મેળવવાની સાથે સાથે કમાણી પણ કરી શકે.
જાહેરાતોના બદલામાં પૈસા આપવામાં આવે છે
X ના એડ રેવન્યુ પ્રોગ્રામ હેઠળ યુઝર્સની પોસ્ટમાં દેખાતી જાહેરાતોના બદલામાં પૈસા આપવામાં આવે છે. જો કે આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. આ માટે સૌથી મોટી શરત એ છે કે તમારી પાસે બ્લુ સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. તેની સાથે જ 3 મહિનામાં 15 મિલિયન ઈમ્પ્રેશન થવા જોઈએ. તમારા X એકાઉન્ટ પર તમારા ઓછામાં ઓછા 500 ફોલોવર્સ હોવા જરુરી છે.