વડોદરા: વડોદરા સિટી પોલીસ અને ફોટો જર્નાલિસ્ટ એસોશિયેશન ઓફ વડોદરા દ્વારા ‘ખાકી ઇન એક્શન’ અંતર્ગત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે યુનાઈટેડ વે ઓફ બરોડાના સહયોગથી બે દિવસીય ફોટો પ્રદર્શનીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેની પુર્ણાહુતી આજરોજ કરવામાં આવી હતી. શહેરમાં ચાર “P’ એટલે પોલીસ,ફોટોગ્રાફર, પ્રિન્ટ મિડિયા તથા પબ્લિક એ સમાજનું એક અભિન્ન અને મહત્વનું અંગ ગણી શકાય. પોલીસ એ સમાજમાં અનુશાસન, કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ અને સુરક્ષા જાળવવાનું મહત્વનું કામ તો કરે છે પણ સાથે સાથે માનવીય અભિગમ પણ અપનાવી લોકોની મદદ, લોકોને સાચું માર્ગદર્શન આપે છે.
આ તમામ ક્ષણોને ફોટોગ્રાફરજર્નાલિસ્ટ એસોશિયેશન વડોદરાના દસ મિડિયા ફોટોગ્રાફરો દ્વારા અંદાજે નેવું જેટલા અદભુત ફોટોગ્રાફી ‘ખાકી ઇન એક્શન’ થીમ અંતર્ગત બે દિવસીય તા.22,23 જુલાઇના રોજ પ્રદર્શનીનુ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના એક્ઝિબિશન હોલ ખાતે યુનાઇટેડ વે ઓફ બરોડાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેની પુર્ણાહુતી આજરોજ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે,પોલીસ કમિશ્નર દ્વારા તમામ ફોટો ગ્રાફરને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરી આ પ્રદર્શની યોજવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા.