Vadodara

નવું ભાજપા@વિવાદ.કોમ

હાલમાં જે ભાજપાનું રાજ છે તે નવા ભાજપાનું રાજ છે. અનેક જુના જોગીઓએ લોહી પાણી એક કર્યા બાદ ભાજપાને આ શિખર સુધી પહોચાડ્યું છે. અને તેઓની શિસ્તતાના કારણે પાર્ટીના આજના કાર્યકરો પોતાને શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો તરીકે દર્શાવવાનું ગર્વ લઇ રહ્યા છે. ત્યારે હાલની નવી ભાજપાના કેટલાક કાર્યકરો અને તેઓના પરિવારજનોના કારણે નવું ભાજપા હંમેશા વિવાદોમાં રહ્યું છે. નવા ભાજપાના કાર્યકરો અને તેઓના પરિવારજનોના એવા કિસ્સાઓ જે વિવાદમાં આવ્યા છે. ક્યારેક તેઓ પોતાના નિવેદનોથી વિવાદમાં આવ્યા તો ક્યારેક કામગીરીથી..

30.3.2019
ભાજપાના નેતા વિકાસ દુબેએ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ પદેથી હટાવતા ફેસબુક ઉપર સાંસદ રંજનબહેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટ કરી તેઓ સામે ભ્રષ્ટાચાર અને હિટલરશાહી ચલાવતા હોવાના આરોપ લગાવ્યા હતા.
4.7.2019
ભાજપાના અગ્રણીનો ભત્રીજો વિપુલ ગઢવી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.

16.2.2020
ભાજપાના નેતા દલસુખ પ્રજાપતિએ ફતેહગંજ પોલીસ મથકમાં પોતાના સંબંધીને છોડાવવા માટે દાદાગીરી કરી પોલીસને વર્દી ઉતારી નાખવાની ધમકી આપી હતી
5.7.2020
ભાજપાના પૂર્વ અગ્રણી અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ઓઇલ ચોરીના ગુનામાં ફરિયાદ થઇ હતી જે મામલે કરણી સેનાના રાજ શેખાવતે વડોદરા ભડકે બળશે તેવી ચીમકી આપી હતી. જેમાં તેઓની ધરપકડ થઇ હતી.

6.11.2020
ભાજપાના આગેવાન અને ભાયલીના પૂર્વ સરપંચ ગોરધન પાટણવાડીયાના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો
1.1.2021
મહિલા કોર્પોરેટર જેલમ ચોકસીનો પુત્ર 31 ડિસેમ્બરની રાત્રીએ નશાની હાલતમાં ઝડપાતા મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પોલીસને ધમકી પણ આપી હતી.

26.7.2021
મનપાની શિક્ષણ સમિતિમાં ભાજપાના નેતા શૈલેન્દ્રસિંહ ઠાકોરને સ્થાન ન મળતા તેઓના પત્ની પીનલ ઠાકોરે સોશયલ મીડિયામાં ધારાસભ્ય સીમા મોહિલે પાર આક્ષેપ કરી લખ્યું હતું કે રામજીના નામે પથ્થર તર્યા અને મોદીજીના નામે તકસાધુ નેતાઓ.
5.8.2021
વોર્ડ નંબર 3ના યુવા કાર્યકર પાર્થ શ્રીમાળી એરપોર્ટ ઉપર વિદેશી દારૂની 39 બોટલો સાથે ઝડપાયા હતા.

16.10.2021
મનપાના શાસકપક્ષના નેતાની ઓફિસનું રીનોવેશન કરાવવાનું શરુ કરાતા વિવાદ થયો હતો વિપક્ષે કહ્યું હતું કે જીપીએમસી એક્ટમાં શાસક પક્ષના નેતા અને દંડક માટે કોઈ જોગવાઈ નથી તો તેઓને આલીશાન ઓફિસ અને ગાડી કેમ ફાળવાઈ વડોદરા મનપાની ચૂંટણી સમયે વોર્ડ 10 નંબર ના ઉમેદવાર નીતિન દોંગાએ પ્રચાર માટે પૂર્વ મંત્રી સૌરભ પટેલને બોલાવ્યા હતા અને સ્થાનિક ધારાસભ્યને બાદ કરતા વિવાદ થયો હતો.

19.3.2021
વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન દોગાએ ફેસબુક ઉપર વિવાદિત પોસ્ટ મૂકી હતી કે વડોદરા મારી કર્મભૂમિ છે પરંતુ જે કાઠિયાવાડના વિરોધી છે તેઓને ચેતવણી છે કે પ્રાંતવાદ ન કરતા કોઈ પણ મોટા માથા હશે 6 ફૂટ જમીનમાં દફનાવી દેવાની તાકાત છે. પાલિકાના સભ્ય પરાક્રમસિંહ જાડેજા દ્વારા છાણી રવિશિખર એપાર્ટમેન્ટ નજીક વેરાન જગ્યામાં તેમની જમીન નજીક પાલિકાના ખર્ચે રોડ બનાવી દેવતા વિવાદ સર્જાયો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેરમાં કહ્યું હતું કે માત્ર વડોદરા જ નહિ સમગ્ર ગુજરાતમાં પોલીસ પકડે તો તેઓને મારુ નામ આપજો છોડી દેશે.

પાલિકાના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ તેઓના ટેમ્પો ડ્રાઈવરના જન્મ દિવસે પાણી પુરીની પુરીમાં દારૂ ભરી પુરીની મોજ માણતા વિડીયો સોશ્યલ મોડિયામાં વાયરલ થયો હતો. તાલુકા ભાજપાના બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી સંજય પંચાલે ગામના જ મહિલા બોગસ તબીબ સામે ફરિયાદ કરી દવાખાનું બંધ કરાવતા સાંસદ રંજનબહેન ભટ્ટ, તે સમયના મહિલા ઉપપ્રમુખ જિગીષા પટેલે દબાણ કરવાનો આક્ષેપ અને તેઓ ઉપર જીવલેણ હુમલો કરાવવાનો આક્ષેપ કર્યો

12.5.2022
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્ર પટેલ ચૂંટણી ટાણે રોકડ રકમ સાથે ફ્લાઈંગ સ્ક્વોડના હાથે ઝડપાયા હતા.
9.12.2022
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જીત બાદ જીતના જશ્નમાં જાહેરમાં તલવાર ચલાવી અને ત્યાર બાદ હવામાં ફાયરિંગ કર્યું હતું જેને ચર્ચા જગાવી હતી
9.5.2023
અનગઢ ખાતે પૂર્વ મંત્રી અને ભાજપાના નેતાના પુત્ર યોગપાલસિંહ દ્વારા લગ્ન પ્રસંગમાં હવામાં ગોળીબાર કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

Most Popular

To Top