SURAT

સુરતનાં પાંડેસરામાં 2 માસના બાળકનું રસીકરણ થયાનાં 17 કલાક બાદ મોત : મૃત્યુનું કારણ અકબંધ

સુરત: પાંડેસરામાં 2 માસ ના બાળકનું પોલિયો, રોટા વાઇરસ,FIPV અને પેનતાવેલન્ટ નામની રસી (Vaccine) આપ્યા ના 17 કલાક બાદ રહસ્યમય મોત (Death) નિપજ્તા ચર્ચાનો વિષય બન્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં (Hospital) 108ની મદદથી લવાયેલા બાળકની માતા એ કહ્યું હતું કે તેઓને આ પહેલું જ બાળક હતું. જન્મ સમય તેનું વજન 2 કિલો 400 ગ્રામ હતું. રસી મૂકી બાળક વહેલી પરોઢે ઠંડુ થઈ ગયું હતું. બાળકના મૃત્યુ નું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ (PM) જરૂરી હોવાનું ડો. ઉમેશ ચૌધરી એ જણાવ્યું હતું. જોકે પોસ્ટ મોર્ટમ કરવું કે નહીં એ પોલીસ (Police) જ નક્કી કરશે.

108ના કર્મચારીએ જણાવ્યું હતું કે બાળક બોલતું નથી એવો કોલ મળતા જ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. 2 માસના માસુમ આર્યનને ચેક કરી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. માતા રીનાબહેન કહેતા હતા રસી આપ્યા બાદ વહેલી સવારે બાળક ઠંડુ ગઈ ગયું હતું. સિવિલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યું હતું.

રીનાબહેન (મૃતક આર્યનની માતા) એ કહ્યું હતું કે 2 માસના પુત્રએ ઘર નજીક હરીઓમ સ્કૂલમાં સોમવારની સવારે 11 વાગે રસી માટે લઈ ગયા હતા. જ્યાં માસુમ આર્યનને પોલિયો, રોટા વાઇરસ, FIVP, પેનતાવેલન્ટ નામની રસી આપવામાં આવી હતી. એટલું જ નહીં પણ જો તાવ આવે તો દવા આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે મધરાત્રે લગભગ 3 વાગે બાળક અચાનક રડવા લાગ્યું અને 4 વહે ઠંડુ પડી ગયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે સવાર પડતા જ 108ને ફોન કરી ને જાણ કરી હતી. ત્યારબાદ સિવિલ લઈ આવ્યા હતા. જ્યા આર્યનને મૃત જાહેર કર્યો હતો. જોકે મૃત્યુ નું કારણ જણાવવામાં આવ્યું ન હતું. આર્યનની માતાએ કહ્યું સાહેબ આ અમારું પહેલુ જ બાળક હતું. અમને ખબર નથી પડતી અમારા માસુમ પુત્ર ને શુ થયું તમે તો કહો એવું કહી માતા ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી હતી.

અનિલ યાદવ (મૃતક બાળકના પિતા) એ કહ્યું હતું કે તેઓ બિહારના વતની છે. મિલમાં મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. માસુમ આર્યન દુનિયા જોવા પહેલા જ મૃત્યુ પામ્યો એનું દુઃખ ક્યારેય નહીં ભુલાય, પણ મૃત્યુનું કારણ ડોક્ટરો કહેતા નથી. અમે તો રસી મુકાવી હતી પણ આવું થઈ જશે એની જરાય ખબર ન હતી.

ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે તપાસ કરતા પ્રાથમિક ધોરણે એવું કહી શકાય કે લગભગ બાળકને કમળો થયો હોવો જોઈએ, એટલું જ નહીં પણ રસી આપવા પહેલા આવા ચેકઅપ કરવા જોઈએ, હાલ માસુમ આર્યનના મોત નું કારણ કહેવું અઘરું છે. પરંતુ પોસ્ટ મોર્ટમ કરાઈ તો ચોક્કસ કારણ જાણી શકાય એ વાત ને નકારી શકાય નહીં.

Most Popular

To Top