સુરત: સુરતમાં દાઉદી વ્હોરા સમાજની દીકરી જહાંબિયા દાગીનાવાલાએ સ્ટાર મિસ ટેન યુનિવર્સલ 2023 નો (MissTenUniversal2023) ખિતાબ જીતી સુરતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. જયપુર ખાતે આયોજિત આ સ્પર્ધામાં દેશની 13 થી 17 વર્ષની 47 દીકરીઓએ ભાગ લીધો હતો. જેમાં જહાંબિયા દાગીનાવાલા પ્રથમ આવી છે.
ઝામ્બિયા દાગીનાવાલાએ રાષ્ટ્રીય સ્તરની કોમ્પિટીશન જીતીને સુરતનું નામ રોશન કર્યું છે અને હવે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ વધારવા માંગે છે. જહાંબિયાએ આ કોમ્પિટિશન જીત્યા બાદ આગામી દિવસોમાં અમેરિકામાં યોજાવા જઇ રહેલી સ્પર્ધામાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જહાંબીયા દાગીનાવાલા (17 વર્ષીય) એ જણાવ્યું હતું કે, ગઈ તારીખ 12 થી 16 જુલાઈ દરમિયાન જયપુરની વૈભવી હોટલમાં સ્ટાર મિસ ટીન યુનિવર્સલ કોમ્પિટિશન યોજાઇ હતી. આ કોમ્પિટિશનમાં દેશના મુંબઈ, પુણે, દિલ્હી , બેંગલોર, કેરાલા, સુરત, સિક્કિમ સહિતના શહેરોની 47 ટીનેજર્સ એ ભાગ લીધો હતો.
ઇન્ટરનેશનલ બ્યુટી કોમ્પિટિશન જેવી ઝાકમઝોળ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરીમાં કરાયેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે કોમ્પિટિશનમાં વિજય પ્રાપ્તિ થઈ હતી. સ્ટાર મિસ ટીન યુનિવર્સ 2023નો ખિતાબ જીતી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારવાની ખુશી કઈ અલગ જ છે.
હવે આગામી વર્ષ 2024 માં સાઉથ અમેરિકાના પેરુમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. નોઈડાના સ્ટાર એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શન દ્વારા આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું