Comments

નવી સ્પેસ રેસમાં કોણ જીતશે?

1957 અને 1969ની વચ્ચેના બાર વર્ષના સમયમાં અનેક વાર અમેરિકનો અને રશિયનો અવકાશની હરીફાઈમાં ઊતર્યા હતા. શરૂઆતમાં રશિયનોએ બાજી મારી. તેમણે 1957માં સૌથી પહેલા સ્પુટનિક સેટેલાઈટને ઓર્બિટમાં મોકલ્યો, અવકાશમાં પ્રથમ જીવ (કૂતરી લાઈકાને) મોકલનાર અને તે રશિયા જ હતું જેણે પ્રથમ માનવને અવકાશમાં મોકલ્યો (1961 યુરી ગાગરીન) એ જ રીતે 1965માં ઓર્બિટમાં હોવ ત્યારે અવકાશયાનમાંથી બહાર નીકળી અવકાશમાં ચાલનાર પ્રથમ વ્યક્તિ એલેક્સી લિયોનોવ પણ રશિયન જ.

આ પછી યુએસએ 1969માં ચંદ્ર પર માનવ ઉતારી પહેલી વાર તેની જીત નોંધાવી. યુ.એસ. એકમાત્ર દેશ છે જે આ કરી શક્યું હતું અને છેલ્લે 1972માં આમ કર્યું હતું. સોવિયેટ્સે એક મોટું રોકેટ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો અને નિષ્ફળ ગયો અને તેથી 1970ના દાયકાની શરૂઆતમાં આ સ્પેસ રેસનો અંત આવ્યો. પાછલા 50 વર્ષથી મનુષ્યોને ચંદ્ર પર ઉતરવામાં કોઈ ખાસ રસ રહ્યો નથી કારણ કે તે ઘણુ ખર્ચાળ છે અને અમેરિકાનોએ રસ ગુમાવી દીધો છે. તેના અવકાશયાત્રીઓને સ્પેસ ઓર્બિટમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે સ્પેસ શટલ પ્રોગ્રામ અપનાવ્યો, જે ઓછા ખર્ચે, ફરીથી વાપરી શકાય તેવું અભિયાન હતું.

જો કે આ દરમિયાન બે મોટા અકસ્માતો પણ થયા હતા. એક 1980માં અને બીજું 2000 ના સમયે જેમાં ભારતીય મૂળની કલ્પના ચાવલાનું મૃત્યુ થયું હતું. સાથે અંદાજાથી અલગ, આ ખર્ચાળ અભિયાન એક દાયકા પહેલા બંધ કરવામાં આવ્યો હતો. આ પછી અમેરિકા પાસે માનવોને અવકાશ કક્ષામાં મોકલવાની ક્ષમતા રહી નહિ. 2020 માં એક પ્રાઈવેટ કંપની દ્વારા આમાં બદલાવની શરૂઆત કરવામાં આવી.

રશિયનો હજુ પણ એ જ ટેક્નોલોજીમાં કેટલાક ફેરફારોનાં આધારે રોકેટ ઉડાવે છે જેનો ઉપયોગ 1960ના સમયમાં કરવામાં આવતો હતો, જેની મોટાભાગની સ્પેસ ટેક્નોલોજી 90 વર્ષ પહેલાં નાઝી જર્મનીના આર્મી રોકેટ પ્રોગ્રામમાંથી આવી હતી. જેમાં અમેરિકનો અને રશિયનો દ્વારા પકડાયેલા વૈજ્ઞાનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા દાયકાઓથી સ્પેસ ઇનોવેશન અટકી પડવાનું એક કારણ એ છે કે તે સરકારો દ્વારા રાષ્ટ્રવાદી અભિયાનના નામે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં અઢળક રકમ ખર્ચતી હતી. આજે પણ અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું બજેટ $25 અબજ છે. આપણા પોતાનાં ISRO લગભગ $1.5 બિલિયનનું બજેટ ધરાવે છે, જે તેની દાયકાઓની સિદ્ધિઓને વધારે નોંધપાત્ર બનાવે છે.

15 વર્ષ પહેલાં જ્યારે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે સેટેલાઈટ કોમ્યુનિકેશન, જીપીએસ અને ઈન્ટરનેટએ મોટા પરીવર્તક પરિબળ બનવા જઈ રહ્યા છે ત્યારે ધણો બદલાવ આવ્યો. પ્રાઈવેટ કંપનીઓએ સેટેલાઇટ અને પછી રોકેટ બનાવવાની ટેક્નોલોજી વિકસાવવામાં રસ લેવાનું શરૂ કર્યું. યુએસ સરકારે સ્પેસ સ્ટાર્ટ-અપ્સને ભંડોળ પૂરું પાડ્યું અને તેમને રોકેટ ટેક્નોલોજી વિકસાવવા શરતો હેઠળ મંજૂરી આપ્યા પછી આ ક્ષેત્રમાં બદલાવનો નવો દાવ શરૂ થયો.

રોકેટ મિસાઇલોથી અલગ નથી, તેથી તેના ઉત્પાદન અને વિકાસ પર સખત નિયંત્રિત રાખવામાં આવે છે. ફક્ત યુએસ નાગરિકો જ આવી કંપનીઓમાં કામ કરી શકે છે. આમ તેનો ઉપયોગ કરી શકે તેવી પ્રતિભાને મર્યાદિત કરે છે, પરંતુ આ રીતે સરકાર આવી ટેક્નોલોજી કોઈ ખોટા હાથમાં ન જવાની ખાતરી કરી શકે છે. આવા પ્રતિબંધો છતાં, ખાનગી સાહસોએ અવકાશ ક્ષેત્રે નવો પ્રાણ ફૂંક્યો છે. યુએસ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા બે ખાનગી રોકેટ કંપનીઓ વચ્ચે માનવને ભ્રમણકક્ષામાં મોકલવા માટે એક નાની અને નવી સ્પેસ રેસ શરૂ થઈ છે. એક મોટી કંપની બોઇંગને તેના કરતા નવી અને નાનકડી કંપની સ્પેસ-એક્સે હરાવી દિધી હતી, જોકે તેને સ્ટાર્ટઅપ તરીકે વધુ ભંડોળ મળ્યું હતું.

રોકેટ આજે ફરીથી વાપરી શકાય તેવા છે, આ બે કંપનીઓ જે 50 વર્ષ પહેલાં હતાં તેવા વિશાળ રોકેટ બનાવી રહી છે. અહીં બે લક્ષ્યો છે. સૌપ્રથમ ઓર્બિટમાં મોકલવાનો ખર્ચ ઘટાડો. બીજું એ છે કે મનુષ્યો માટે સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ શરૂ કરીને મંગળ પર કોલોની સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે. કલ્પના કરો કે જ્યારે કોઈ અન્ય ગ્રહ પર મનુષ્યો વસશે ત્યારે શું થશે અને તે દુનિયા કેવી અસર કરશે. કોઈ શંકા નથી કે આ કામ ધણું અઘરુ હશે. 2023માં પણ જે દેશોએ માનવોને અવકાશમાં મોકલ્યા છે તેમાં રશિયા એટલે સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને સ્પેસ એક્સ કંપની જ છે.

જે પણ આ રેસ જે જીતશે તે મોટી કમાણી કરશે (પ્રાઈવેટ કંપની સ્પેસ એક્સનું બજાર મૂલ્ય આજે $ 100 બિલિયન છે) અને તેની પાસે આ ક્ષેત્રમાં એકાધિકાર સ્થાપિત કરવાની તકનીક હશે. અત્યંત કાર્યક્ષમ રોકેટ એન્જિન, નવા ઇંધણો, અત્યંત જટિલ અને ફરીથી વાપરી શકાય તેવી ટેક્નોલોજી અને ઇંધણ ટ્રાન્સફર એવા મુદ્દા છે જે આ ક્ષેત્રને અમુક સંસ્થાઓ અથવા કંપનીઓના હાથમાં રહેવા દેશે.

એક સેટેલાઇટ લોન્ચ કરવાનો ખર્ચ હજારો કરોડ રૂપિયામાં થાય છે. અવકાશમાં એકાધિકારનો અર્થ ખાસ કરીને વ્યાપારી બાજુએ એ થશે કે સેટેલાઈટ લોન્ચ કરવા જેમની પાસે કોઈ વિકલ્પ નથી એને કોઈ કંપની અથવા દેશ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. યુકે અને જર્મની પાસે આજે પણ સેટેલાઈટ લોન્ચ કરવાની ક્ષમતા નથી એને લોન્ચ કરવા માટે યુ.એસ.માં તેમના સાથીઓની ખાનગી સંસ્થાઓ પર આધાર રાખે છે.

ફ્રાન્સના એરિયન પ્રોગ્રામમાં તેના જૂના રોકેટને રીટાર્ય કર્યા પછી હાલમાં નિષ્ક્રિય છે, હાલ નવું રોકેટ વિકસાવી રહ્યું છે. આ બધા બનાવો આ સમયમાં સ્પેસને વધારે રોમાંચક બનાવે છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ-લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આશા છે કે આવતા વર્ષે કોઈક સમયે માનવને ઓર્બિટમાં મોકલવાનો પ્રયાસ કરે છે. આ દાયકાના અંત સુધીમાં, કયા દેશો અને કઈ કંપનીઓ આ નવી સ્પેસ રેસ જીતી રહી છે અને તે ફક્ત વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જ નહીં પણ સમગ્ર માનવજાતનાં ભવિષ્ય માટે તેનો અર્થ શું છે તેનો અંદાજો આપણને સારી રીતે આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top