SURAT

સુરત: પેટના દુઃખાવા બાદ ભગત-ભુવાએ ચિઠ્ઠી લખી ને ત્રીજા દિવસે બાળકનું મૃત્યુ થયું

સુરત: સુરતના (surat) શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રામચોકના (Ramchok) ભગત-ભુવાએ પેટના દુ:ખાવા (Abdominal pain) સાથે આવેલા માસુમ બાળકની (child) ચિઠ્ઠી બનાવી પરત મોકલી આપતા ત્રીજા દિવસે માસુમનું મોત (Death) નીપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • ઉધના પટેલ નગરના શ્રમજીવી પરિવારના 7 મહિનાના બાળકનું મોત
  • રામચોકના ભુવાએ પેટમાં દુ:ખાવાની ચિઠ્ઠી લખ્યાના ત્રીજા દિવસે મોત

એટલું જ નહીં પણ અંધશ્રદ્ધા માં 7 માસ ના બાળકને હોમી દેનાર શ્રમજીવી પરિવાર ઉધના પટેલ નગરનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે ઉધના પોલીસે પણ બાળકના પોસ્ટ મોર્ટમ વગર અંતિમ વિધિ માટે મૃતદેહ (DeadBody) પરિવાર ને સોંપી દેતા અનેક પ્રશ્નો ઉભા થાય છે.

રાજુભાઇ રાઠોડ (માસુમ બાળૅક આદિના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ ઉધના પટેલ નગરમાં રહે છે. બોબીન ભરવાની મજૂરી કામ કરી ત્રણ બાળક સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 3 દિવસ પહેલા 7 માસના સૌથી નાના પુત્ર આદિ ને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા તેઓ રામચોકના એક ભગત-ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ ચિઠ્ઠી લખી આપી પરત મોકલી આપ્યા હતા. ત્રીજા દિવસે માસુમ આદિની તબિયત લથડી તો 108માં સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં આદિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે માસુમ આદિના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી ગયો હતો. પરિવાર નો લાડકો આદિ દુનિયા ને અલવિદા કરી ગયો હતો. પેટના દુ:ખાવાથી પણ મૃત્યુ થઈ શકે એ જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ હોસ્પિટલ લઈ આવવાને બદલે ભગત ભુવા પાસે લઈ જવાની ભૂલ આદિને મોત ના મુખમાં લઈ ગઈ હોય એમ કહી શકાય છે. જોકે આ ઘટના બાદ ઉધના પોલીસે માસુમ આદિના મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને સોંપી દીધો હતો.

Most Popular

To Top