SURAT

સુરતના પાર્લેપોઈન્ટ પાસે બાઈક પર ઉભા રહી બાઈક ચલાવવાનો સ્ટંટ કરનારા બે પકડાયા

સુરતના પાર્લેપોઇન્ટ બ્રિજ ઉપર બાઈક પર ઉભા રહી રીલ્સ બનાવનાર બંને યુવાનો ને પોલીસે ઝડપી પાડ્યા છે. એટલું જ નહી પણ સ્પીડમાં કાર અને બાઈક ચલાવવાનો વધતો જતો ક્રેઝ પોલીસ અને સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. યુવા મિત્રો દ્વારા બાઇક ઉપર ઉભો રહી રિલ્સ બનાવી વાઇરલ કરાયેલા વિડીયો ને આધારે પોલીસે બન્ને યુવાનોની ધરપકડ કરી છે. ઉમરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા બ્રીજ નજીક બાઇક ઉપર ઉભા રહી સ્ટંટ કરતો વિડીયો વાઇરલ થયો હતો. જેની સોસીયલ મીડિયામાં ભારે ટિપ્પણી કરાઈ હતી. પોલીસે વાઇરલ વિડીયો ના આધારે તપાસ કરી બન્ને યુવાનીનો ધરપકડ કરી છે.

બન્ને યુવાનો જીવન જોખમે રિલ્સ બનાવવા આવા સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે. આવા અનેક વાઇરલ વિડીયો બીજા યુવકોને પ્રોત્સાહિત કરી જીવ જોખમમાં મુકવા તરફ ખેંચી શકે છે. જેને લઈ ગંભીર કાર્યવાહી કરી આવા વિડીયો બનાવતા યુવાનો ને અટકાવવા અને સમાજમાં દાખલો બેસાડી સ્ટંટ બાજી કરતા યુવાનોને સાચી દિશામાં લઈ આવવાનું કાર્ય પોલીસ કરી રહી છે.

બંને યુવકોએ 17મી જુલાઈએ વીડિયો બનાવ્યો હતો
બાઈક પર ઉભા રહી બાઈક ચલાવવાના સ્ટંટનો વીડિયો ગઈ તા. 17મી જુલાઈના રોજ બનાવાયો હતો. તે રાતના 11.15 કલાકની આસપાસનો હતો. બે યુવકો ડુમસ રોડ પર પાર્લે પોઈંટ પાસે (જીજે ૦૫ એમયુ પ૨૫૦ ) પોતાની મોટરસાયકલ પર સોશ્યલ મીડીયામાં પ્રસિધ્ધી મેળવવા સ્ટંટ કરતા હોય તેવો વીડીયો બનાવ્યો હતો.

આ વીડિયો વાયરલ થતા ઉમરા પીઆઇ જે.જી.પટેલ તથા સેકન્ડ પીઆઇ ડી.ડી.ચૌહાણએ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પીએસઆઇ એ.એન.ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ બાતમીદારો મારફતે તેમજ ટેકનીકલ એનાલીસીસ મારફતે પાર્લે પોઈન્ટ પર સ્ટન્ટ કરનાર ઈસમોને પકડી પાડ્યા હતા. પોલીસે ધીરજ વિક્રમસિંહ ચૌહાણ (રહે-આઝાદનગર ઝુંપડપટ્ટી, ભટાર) અને કિશોરભાઈ ધાનકા (રહે-ચોપાટી ગાર્ડનની અંદર ઝુપડામાં, અઠવાલાઈન્સ) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top