સુરત: મહારાષ્ટ્રનાં (Maharashtra) જલગાવ (Jalgaon) જિલ્લાનાં હથનૂર ડેમ (HathnurDam) વિસ્તારમાં 24 કલાકમાં જોરદાર વરસાદને (HeavyRain) કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેને લઈ ડેમમાંથી ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. હથનૂર ડેમમાંથી 1 લાખ 26 હજાર 709 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. નયનરમ્ય નજારા વચ્ચે તાપી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાશે.
- હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર પર પહોંચી
- ડેમનું પાણી તાપી નદીમાં આવતા તાપી જિલ્લાના નિઝર તાલુકાના તાપી કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા
હથનૂર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પાડવાથી ડેમની સપાટી 209.92 મીટર પર પહોંચી ગઈ હતી. ડેમ ભયજનક સપાટી 213 મીટર નજીક પહોંચી જતા પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનૂર ડેમના તમામ 41 દરવાજા ખોલી 1.26 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી વાડીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના ગામોને એલર્ટ કરી હથનૂર ડેમમાંથી 1.26 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત જિલ્લાના ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. ડેમની લેવલ વધીને 213 મીટર નજીક પહોંચી જતા પાણી છોડવામાં આવ્યું છે.
હથનૂર ડેમમાંથી પાણી છોડાતા હવે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. હથનૂર ડેમમાંથી છોડાયેલું પાણી ઉકાઈ ડેમ સુધી પહોંચવામાં અંદાજે 12થી 15 કલાક જેટલો સમય લાગતો હોય છે. હાલ ઉકાઈ ડેમમાં હાલ 20 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે 345 ફૂટની સપાટીમાંથી 314.78 ફૂટ પર સપાટી પહોંચી ગઈ છે.