હાલના સમયમાં દેશની સૌથી મોટી સમસ્યા યુવા વયે આવતા હાર્ટ એટેકની છે. તે દિશામાં કાર્યવાહી તો થઇ રહી છે પરંતુ તેના કોઇ નક્કર પરિણામ આવતા નથી. ખરેખર તો તે દિશામાં સૌથી ઝડપી કાર્યવાહી કરવાની જરૂર છે અને તેના માટે નવસારીના જાણીતા વરિષ્ઠ એમડી ફિઝિશ્યન ડો. ધીરેન બક્ષીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ.
ડો.બક્ષીના જણાવ્યા મુજબ ક્રિકેટ રમતા રમતા, જીમમાં વોકર પર ચાલતા ચાલતા, વિદ્યાર્થિનીને શાળાનો દાદર ચડતા ચડતા હ્રદયરોગનો હુમલો આવી ગયો આવી ઘટના રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે. આવી ઘટના પછી લોકો જુદા જુદા કારણો આપી દે છે કે, વધુ પડતા જંકફૂડ ખાવાથી આવી ઘટનાઓ બની રહી છે, કેટલાક લોકો ઓપિનિયન આપે છે કે કોરોના થવાના કારણે કે કોરોનાની રસી લીધા પછી આવા બનાવો વધી રહ્યાં છે.
કસમયે જમવાની ટેવ, ઉજાગરા, તણાવ, જંક ફૂડ, કોરોના જેવાં કારણો અપાઇ રહ્યાં છે.સાચું કારણ મળે તો જ યુવા વયે આવતા હાર્ટ એટેકના બનાવો અટકાવી શકાય તેમ છે
ચાર મહિનાથી 20 થી 40 વર્ષના લોકોને એટેકઆવતો હોવાની વાત સતત પ્રકાશમાં આવી રહી છે. જે ગંભીર છે. તેના માટે તબીબો સિવાય રાજકારણીઓ, અધિકારીઓએ જાગૃત થવું પડશે. જો આવી જાગૃતિ આવશે તો જ આપણા સ્વજનો બચી શકશે. યુવા વયે હાર્ટ એટેકના મોતના દરેક કેસની તલસ્પર્શી તપાસ થવી જોઇએ તેવી માગ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ માટે દરેક જિલ્લામાં સરકારે દરેક જિલ્લામાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટની ટીમ બનાવવી જોઇએ જે સડન ડેથના પોસ્ટ મોર્ટમ રિપોર્ટનું એનાલિલિસ કરે.
તો બીજી તરફ આવા મૃતકના સ્વજનોએ પણ પોસ્ટ મોર્ટમ માટે ઉતાવળ કરાવવા માટે ઉતાવળ કરવાના બદલે થોડી ધીરજ ધરવી જોઇએ જેથી સચોટ કારણ બહાર આવે તો અન્ય લોકોને આ મુશ્કેલીમાંથી ઉગારી શકાય. અત્યાર સુધી યુવા અવસ્થામાં સડન ડેથના કિસ્સામાં પોસ્ટ મોર્ટમ તો થાય છે પરંતુ તેનું વિસ્તૃત એનાલિસિસ થતું નથી જેમકે બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવી ગયો પરંતુ બ્લોકેજ કયા કારણોસર થયું? મૃતક ડિપ્રેશનમાં હતો?, તેની ખાણી પીણી કેવી હતી? તેની રહેણી કરણી કેવી હતી? તેનું જીવન બેઠાળું થઇ ગયું હતું? તેને કોરોના થયો હતો કેમ? તેણે કોરોનાની રસીના ડોઝ લીધા હતા કે કેમ આ તમામ છણાવટ પછી જ સડન ડેથના સાચા કારણ મળશે અને તે મળ્યા પછી જ તેને અસરકારક રીતે અટકાવી શકાશે