વડોદરા: પાદરા ટાઉનમાં મહાકાળી મંદીર સામે આવેલ ખોડીયાર પેટ્રોલ પંપ ઉપરથી આ કામના અરજદાર આરોપી દર્શન ભીખાભાઈએ કોન્ટ્રાકટ કે ધંધા માટેના વાહનો ન હોવા છતાં તેમના ખોટા વર્ક ઓર્ડરો બતાવી રૂા.૨૮,૩૧,૫૬૫નું પેટ્રોલ ડીઝલ ખરીદ કર્યું હતું.જેમાંથી માત્ર રૂા.૯,૨૩,૦૦૦ ચુકવ્યા હતા જ્યારે રૂ।.૧૯,૦૮,૫૬૫ ચુકવવના બાકી છે. તેવી જ રીતે મયંક સુમનભાઈ પંચાલે પણ રૂા.ર૯,૨૫,૯૧૫નું ડીઝલ તથા પેટ્રોલ ખરીદ્યું હતું પરંતુ બંને મળી કુલ રૂ।.૩૮,૪૭,૭૦૦ની પેટ્રોલ પંપના માલિક દ્વારા વારંવાર બાકી રૂપિયાની ઉઘરાણી કરવા છતા ચૂકવતા નહોતા.
જેથી માલિક દ્વારા નાણાંની ઉઘરાણી કરવા અરજદાર આરોપીને ફોન કર્યો હતો ત્યારે દર્શનના પિતા ભીખા પંચાલે ફોન ઉપર ફોન ઉપર મા-બેન સમાની ગાળો બોલી તેમજ ફરિયાદી નાણાંની ઉઘરાણીએ જતા જીનીત વનરાજભાઈ દીવેચા તથા આકાશ ભીખાભાઈ પંચાલે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ખોડીયાર પેટ્રોલ પંપના માલિક દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ કરાવતા ઈ.પી.કો.કલમ-૪૦૬, ૪૨૦, ૨૯૪(બી), ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.
જે કેસમાં સરકારી વકીલે તપાસ કરનાર અધિકારીના સોગંદનામાં મુજબ દલીલો કરી હતી કે, પાદરા ટાઉનમાં મહાકાળી મંદીર સામે આવેલ ખોડીયાર પેટ્રોલ પંપ ઉપરથી આ કામના અરજદાર આરોપી દર્શન ભીખાભાઈએ સપ્ટેમ્બર-૨૦૨૨ થી મે-૨૦૨૩ દરમ્યાન પોતાની પાસે કોઈ કોન્ટ્રાકટ કે ધંધા માટેના વાહનો ન હોવા છતાં તેમના ખોટા વર્ક ઓર્ડરો બતાવી ડીઝલ રૂ।.૨૮,૨૮,૩૬૪તથા પેટ્રોલ રૂા.૩ર૦૧ મળી રૂા.૨૮,૩૧,૫૬૫નું પેટ્રોલ ડીઝલ ખરીદ કર્યું હતું.જેમાંથી માત્ર રૂા.૯,૨૩,૦૦૦ ચુકવ્ય હતા જ્યારે રૂ।.૧૯,૦૮,૫૬૫ ચુકવવના બાકી છે. તેવી જ રીતે મયંક સુમનભાઈ પંચાલે પણ સપ્ટેમ્બર-૨૦૨૨ થી મે-૨૦૨૩ દરમ્યાન કોન્ટ્રાકટ કે ધંધા માટેના વાહનો ન હોવા છતાં તેમના ખોટા વર્ક ઓર્ડરો બતાવી રૂા.ર૯,૨૫,૯૧૫નું ડીઝલ તથા પેટ્રોલ ખરીદ્યું હતું.
પરંતુ બંને મળી કુલ રૂ।.૩૮,૪૭,૭૦૦ની પેટ્રોલ પંપના માલિક દ્વારા વારંવાર બાકી રૂપિયાની ઉઘરાણી કરવા છતા ચૂકવતા નહોતા. જેથી માલિક દ્વારા નાણાંની ઉઘરાણી કરવા અરજદાર આરોપીને ફોન કર્યો હતો ત્યારે દર્શનના પિતા ભીખા પંચાલે ફોન ઉપર ફોન ઉપર મા-બેન સમાની ગાળો બોલી તેમજ ફરિયાદી નાણાંની ઉઘરાણીએ જતા જીનીત વનરાજભાઈ દીવેચા તથા આકાશ ભીખાભાઈ પંચાલે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દર્શન ભીખાભાઈ પંચાલ મુખ્ય આરોપી છે, તેની પાસે કોઈ વાહન ન હોવા છતાં ખોટા વર્ક ઓર્ડર બતાવી મોટી રકમનો પેટ્રોલ ડીઝલ કેડ્રિટ ઉપર મેળવેલ અને તેની રકમ નહીં ચુકવી વિશ્વાસધાત અને છેતરપીંડી કરી છે.
તેમજ ફરીયાદીએ તે પૈસાની ઉઘરાણી કરતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આથી અરજદાર આરોપીને જામીન ઉપર છોડવામાં આવશે તો ફરીથી આવો ગુનો કરશે, સાક્ષી પંચોને ધાક-ધમકી આપી ફોડશે. આ કામે સહઆરોપીને પકડવાના બાકી હોય હાલના આરોપીને આગોતરા જામીન મુકત કરવાથી તપાસને ગંભીર નુકશાન થશે.બીજી તરફ આરોપીની અરજી મુજબ તેને ફરીયાદીની લેણી રકમ અંગે રૂા.૮,૦૦,૦૦૦નું તા.રર/૧૧/૨૦૨૨નો ચેક આપ્યો હતો તે પણ રીર્ટન થયો છે અને તેના કારણે પાદરા કોર્ટમાં ફોજદારી કેસ નં .૬૪૬/૨૦૨૩ દાખલ થયો છે.એના પરથી એવું ફલિત થાય છેકે આરોપીનો ઈરાદો લેણી રકમ ચુકવવાનો હતો જ નહી.
હાલના આરોપી મુખ્ય ગુનેગાર છે તેથી આગોતરા જામીન મળી શકે નહીં. અરજદાર આરોપી તથા સરકારી વકીલ દ્વારા સામસામે દલીલો કરાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લઈને અરજદાર આરોપીએ આ રીતે બીજા ધણા પેટ્રોલ પંપ વાળાને છેતરેલ છે તેવું તપાસમાં જાહેર થયેલ છે. જેથી અરજદાર આરોપી દર્શન ભીખા પંચાલને જમીન પર મુક્ત કરવો યોગ્ય જનાતો નથી. જેથી કોર્ટે આરોપી દર્શન ભીખાભાઈ પંચાલની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અન્ય આરોપી જીનીત દીવેચાની આગોતરા જામીન અરજી નામંજુર થયા હતા.જ્યારે મયંક સુમનભાઈ પંચાલ દ્વારા કરાયેલી જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી છે.
મહાઠગ પંચાલ ટોળકી હજુ પણ પોલીસ ધરપકડથી દુર : ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
વડોદરા જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પરથી કરોડો રૂપિયાનું ડીઝલ ખરીદ્યા બાદ ડીઝલના રૂપિયાની ચુકવણી નહીં કરીને પમ્પોના માલિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર પેટ્રોલ પંપ ના માલિકો દ્વારા એસપી અને પોલીસ કમિશનર કચેરીએ પણ પંચાલ ઠગ ટોળકી સામે કડક માં કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. જે કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા બનાર પેટ્રોલ પંપ ના માલિકોના નિવેદનો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ઠગ પંચાલ ટોળકી ના એક પણ સભ્યનું કોઈ પગે મળ્યું નથી.