આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા ન રાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા રૂદ્રાંક્ષ કોર્નર પાસે મલેક આમલેટની દુકાન પર કોઇ જગ્યાએ સીસીટીવી કેમેરા ન હતાં. આથી, દુકાન માલીક તાહીરઅહેમદ મંજુરઅહેમદ મલેક સામે ગુનો નોંધ્યો હતો. તેવી જ રીતે વિદ્યાનગરના મહાકાળી જ્વેલર્સમાં સીસીટીવી કેમેરા ન હોવાથી જીગ્નેશ બાબુ સોની સામે ગુનો નોંધ્યો હતો. તેવી જ રીતે ચાય સટ્ટાબાર પર પણ સીસીટીવી કેમેરા ન હોવાથી ભવનીલ ઉર્ફે કિશન અશોક પટેલ સામે ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગર કરમસદ રોડ પર આવેલા શિવશ્યામ આઈકોન કોમ્પ્લેક્સમાં આવેલી અમરીત ગોલ્ડ જ્વેલર્સમાં કેમેરા ન હોવાથી તેના માલીક મહાવીર મોહનલાલ ગણેશમલ જૈન સામે કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર પોલીસે સો ફુટના રોડ પર આવેલા લકી ઓટો કન્સલ્ટન્ટ પર સીસીટીવી કેમેરા નહતાં. સામરખા નેશનલ હાઈવે પર ઇસ્માઇલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા મીરા ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ન હોવાથી કેયુર રાજેન્દ્ર મોદી, સ્ટેશન રોડ પર આવેલી મોર્ડન સ્ટુડીયોની દુકાનના માલીક પ્રિતેશ પ્રકાશ ભટ્ટ, સ્ટેશન રોડ પર આરચે ફેશનની દુકાનની માલીક નિલેશ વિશનસાદ હેમનાની, યોગેશ ખમણની દુકાનના માલીક દીપ ધીરેન્દ્રભાઈ ઠક્કર, મનીષ ડ્રેસીસ દુકાનના માલીક રાકેશ પોપટલાલ નંદુ, માણેક એજન્સી નામની અગરબત્તીની દુકાનના માલીક ચેતન ધર્મેન્દ્રભાઈ ઠક્કર, એક્સપ્રેસ રોડ મનસાદેવી કોલ્ડ સ્ટોરેજ સામે રોડ પર આવેલી રેઝા હોટલના માલીક કૈયુબશા ઈબ્રાહીમશા દિવાન, જીટોડીયામાં શીવ ફર્નિચરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી તેના માલીક રાજેશ મોતાભાઈ રાઠોડ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.
તેવી જ રીતે તારાપુર પોલીસે નાની ચોકડી પર ચામુંડા ફુટવેરના માલીક વિજય લાલજી રાઠોડ, સોજિત્રા પોલીસે પલોલ ગામના રાજપાન કોર્નર નામની દુકાનના માલીક સુનીલ હસમુખ પરમારને ત્યાં સીસીટીવી કેમેરા નહતાં. જ્યારે દેવશ્ય કે.એસ.કે. નામના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ (દેવા તળપદ)ના માલીક મેહુલકુમાર મહેશ વસાવા (રહે. રંગાઇપુરા)એ સીસીટીવી રેક્રોડીંગ બંધ હતું. પેટલાદના બુરહાનશા શોપીંગ સેન્ટર પાસે હરિ મોબાઇલની દુકાનના માલીક સુરેશ ત્રિકમ વાઘેલા, પેટલાદ બસ સ્ટેન્ડ સામે અંસારી મોબાઇલના માલીક ઇસ્માઇલહુસેન જાકીરહુસેન અંસારી, ભારેલ બસ સ્ટેન્ડ પાસે આવેલા મોમાઇ હોટલના માલીક કેયુર બુટાભાઈ ભરવાડને ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.