SURAT

સુરત: બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ, માર્કશીટ બનાવવાના રેકેટનો SOG પોલીસે પર્દાફાશ કર્યો

સુરત: પાંડેસરામાંથી બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ, માર્કશીટ બનાવવાના રેકેટનો SOG પોલીસે પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડયા છે . એટલું જ નહીં પણ પોલીસે 1.55 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનર રાજદીપ નિકુમે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીના ધ્યાન પર આવેલા આ રેકેટ બાદ ચાર જ દિવસમાં આટલું મોટું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ટોટલ 131 પ્રકારના બોગસ દસ્તાવેજો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

નાયબ પોલીસ કમિશનર રાજદીપ નિકુમે જણાવ્યું હતું કે શહેરમાં બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મનો દાખલો વિગેરે પુરાવાઓ બનાવી આપતા ઈસમોને શોધી કાઢવા પોલીસ કમિશનર સાહેબની સૂચના બાદ કામગીરી શરૂ કરાઇ હતી. એસ.ઓ.જી. PI એ.પી.ચૌધરીએ આવી પ્રવૃતી કરતા ઈસમોને શોધી કાઢવા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દરમ્યાન એસ.ઓ.જી.ના PC સિકંદર બિસ્મિલ્લા તથા PC દેવેંદ્રદાન ગંભીરદાનને ખાનગી બાતમી મળી હતી કે, “પાંડેસરા પિયુષ પોઈન્ટની બાજુમાં શિવનગર સોસાયટી 30/એ, પ્લોટ નં.1-એ બીજો માળ “સોલાર કોમ્પ્યુટર” નામની દુકાનમાં કેટલાક ઇસમો ભેગા મળી જે વ્યક્તિઓની પાસે કોઈ જાતના પુરાવા ન હોય તેઓને કોમ્પ્યુટર માધ્યમથી બનાવટી ઓળખના પુરાવા બનાવી આપે છે. એસ.ઓ.જી. PI એ.પી.ચૌધરીએ ડમી ગ્રાહક મોકલી ખાત્રી તપાસ કરાવતા તમામ હકીકતને પૃષ્ટી કરી એક સફળ રેડનુ આયોજન કર્યું હતું.

એક ટીમનુ ગઠન કરી દુકાનમાં રેડ કરાવતા દુકાનની અંદર ચાર ઈસમો મળી આવ્યા હતા. તપાસ કરતા કોમ્પ્યુટર ઉપર ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી ડ્રાઈવીંગ લાયસન્સ, માર્કશીટ, વિગેરેમાં એડીટીંગ કરી બનાવટી દસ્તાવેજ બનાવતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 1.55 લાખની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કર્યો છે. મોડ્સ ઓપરેન્ડી બાબતે તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિઓની પાસે કોઈ જાતના પુરાવા ન હોય તેવી વ્યક્તિઓને પોતાની પાસેના કોમ્પ્યુટરના ફોટોશોપ સોફટવેરની મદદથી બનાવટી ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપી ગ્રાહક પાસેથી એક ડોક્યુમેન્ટ બનાવવાના રૂ. 5 હજાર વસુલતા હતા.

આ મુદ્દામાલ જપ્ત કરાયો
જપ્ત કરાયેલો મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંગ-5, કલર પ્રિન્ટર નંગ-2, CPU નંગ-2, PVC કાર્ડ પ્રિન્ટર-1, સ્ત્રી-પુરૂષના પાસપોર્ટ સાઈઝના ફોટા નંગ-63, લેમીનેશનના પ્લાસ્ટીકના કવર નંગ-110, આધારકાર્ડની ડિઝાઈનવાળા કોરા પીવીસી કાર્ડ નંગ-160, પાનકાર્ડની પીવીસી કોપી નંગ-4, ડ્રાઈવીંગ લાયસન્સની પીવીસી કોપી નંગ-5, ડ્રાઈવીંગ લાયસન્સ (INDIAN UNION) પીવીસી કોપી નંગ-7, ઈ-શ્રમ કાર્ડ પીવીસી કોપી નંગ-13, ચુંટણીકાર્ડની પીવીસી કોપી નંગ-4, આર.સી. બુકની પીવીસી કોપી નંગ-4, વન સાઈડ પ્રિન્ટ આધારકાર્ડની પીવીસી કોપી નંગ-7, ટુ-સાઈડ પ્રિન્ટ અલગ અલગ પીવીસી કાર્ડ, આધારકાર્ડ નંગ-૬૫, અલગ અલગ માર્કશીટ નંગ-34, અલગ અલગ સ્કૂલ લીવીંગ સર્ટી. નંગ-6, જાતીના દાખલા નંગ-4, નોન ક્રિમીલીયર પ્રમાણપત્ર નંગ-1, ડોમીશાઈલ સર્ટી. નંગ-1, જન્મ પ્રમાણપત્ર નંગ-3, આર.સી. બુકની ડાયરી નંગ-2, આર.સી. બુકની કલર કોપી નંગ-5, આર.ટી.ઓ. સ્ક્રિન રીપોર્ટની કલર કોપી નંગ-15, એસ.એમ.સી. આવાસના ટોકન રસીદની કલર કોપી નંગ-12, ડ્રાઈવીંગ લાયસન્સની કલર કોપી નંગ-17, આધારકાર્ડની કલર કોપી નંગ-8, પાનકાર્ડની કલર કોપી નંગ-2, TATA AIG ઈન્શ્યોરન્સની કલર કોપી નંગ-6, લર્નીંગ લાયસન્સની કલર કોપી નંગ-131નો સમાવેશ થાય છે.

આરોપી
(1) મન્ટુકુમાર રણવિજય સિંઘ ઉ.વ.37 રહે.પ્લોટ નં.53 ગોપાલનગર સોસા.વિભાગ-3 ન્યુ બમરોલી રોડ પાંડેસરા સુરત મુળ વતન ગામ બાકીપુર થાના ફતવા બ્લોક ફતવા
જી.પટના (બિહાર)

(2) અખિલેશ રાજીવ પાલ ઉ.વ.23 રહે.પ્લોટ નં. 241 અંબિકા નિકેતન સોસા. પિયુષ
પોઈન્ટની પાસે પાંડેસરા સુરત મુળ વતન ગામ બહારી થાના પન્ના જી.બાંદા (ઉત્તરપ્રદેશ)

(3) મયંક સંજય
મિશ્રા ઉ.વ.20 રહે. ફ્લેટ નં.202 વૃદાવન રેસિડન્સી આવિર્ભાવ સોસા. ની બાજુમાં પિયુષ પોઈન્ટ પાસે
પાંડેસરા સુરત મુળ વતન ગામ સુજાનગઢ તા.સુજાનગઢ જી.ચુરૂ (રાજસ્થાન)

(4) સંજીવ ભગવતીપ્રસાદ
નિશાદ ઉ.વ.31 રહે.પ્લોટ નં.566 આવિર્ભાવ સોસા. વિભાગ-1 ચીકુવાડીની પાસે પાંડેસરા સુરત મુળ
વતન ગામ ભદેક જી.જાલોન (ઉત્તરપ્રદેશ)સુરત

Most Popular

To Top