Charchapatra

ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકની સત્વરે નિમણૂંક કરો

તાજેતરમાં ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીએ ખેલ સહાયક યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી આવકાર્ય છે. પરંતુ તેમાં ગ્રાન્ટેડ સ્કુલોને બાકાત રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગ્રાન્ટેડ સ્કુલોમાં 2009થી વ્યાયામ શિષકની ભરતી જ થઇ નથી. ઠરાવમાં સરકારી સ્કુલોમાં 5075 જેટલા ખેલ સહાયક લેવાની જાહેરાત થઇ છે. ઠરાવ પ્રમાણે 300 વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં શાળા દીઠ એક ખેલ સહાયક કરાર આધારિત કામગીરી સોંપવામાં આવનાર છે.

રાજયમાં સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તુલનામાં ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા વધુ હોય ત્યાં પણ ભરતી કરવી જ જોઇએ. રાજયની આશરે પાંચ હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓ વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી હોવાના અહેવાલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ જગતને અગ્રીમતા આપીને રમતગમત સંકુલો સ્થાપવા અગ્ર પ્રયાસ પણ ભાર મૂકયો છે ત્યારથી રાષ્ટ્રીય જ નહિં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણા તેજસ્વી, દિકરા-દિકરીઓ મેડલો પ્રાપ્ત કરતા થયા છે ત્યારે વ્યાયામ શિક્ષકોની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરાવવા સંચાલક મંડળો ઉચ્ચ સ્તરે રજૂઆત કરે એવી શ્રધ્ધા છે.
સુરત- તૃપ્તિ અશોકભાઇ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વસ્તી વધારો એક બોમ્બ
આપણા દેશમાં વસ્તી વધારા પર કોઇ કાબુ નથી. આપણે ચીનને પણ પાછળ કરી દીધુ. આ વસ્તી વધારો આપણા માટે એક ટાઇમ બોમ્બ છે. રોજગારીની ઊણપ છે. મોટી ડિગ્રી પછી પણ નોકરી માટે ફાંફા મારવા પડે છે. ગરીબી રેખાની નીચે આપણે જીવીએ છીએ. પ્રદૂષણ કરતા ઉદ્યોગોનો કચરો, કેમીકલ યુકત પાણી સીધુન નદી-દરીયામાં ઠલવાય છે. આપણે વસ્તીને કઇ રીતે આરોગ્યમુકત રાખીશું ?

આજે દુનીયાનો આઠમો પ્રદૂષિત દેશ ભારત છે એ વર્લ્ડ એર કવોલીટી રીપોર્ટમાં દર્શાવાયુ છે. આ વસ્તી વધારો અટકાવો દેશને બચાવો, ભુખ મરાથી બચાવો. બેફામ ભાવવધારા એ લોકોની જીવન જીવવાની રીત ભુલાવી નાખી છે. ટામેટા-કેળા સફરજન-કાંદા કદાચ વસ્તી વધશે અને માંગ વધશે તો કદાચ આપણા માટે સપનું બની જશે. વસ્તી વધારો જડનું મૂળ છે એનો કંટ્રોલ કરો.
સુરત     – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top