હિંદુ શાસ્ત્રોમાં અનેક દેવ દેવીઓ વર્ણવાયેલા છે. દા.ત. વરસાદ માટે ઇન્દ્ર ભગવાન, લક્ષમી સંપતિ માટે લક્ષમી દેવી, વિદ્યા માટે સરસ્વતી, જ્ઞાન માટે બ્રહ્મા, પૃથ્વીની જાળવણી માટે વિષ્ણુ, બધાના સર્વોપરી મહાદેવ જેનુન ખરૂં કાર્ય શું છે તે લખાયું લાગતું નથી. તે બીજા દેવ દેવીઓની ફરજ નિષ્ઠા, કામગીરી પર કોઇ ધ્યાન આપતા નથી. જેમ સરકારમાં મુખ્યમંત્રી, ગવર્નર, પ્રમુખ અને કંપનીઓમાં ચીફ એકઝીકયુટિવ ઓફીસર, સીઇઓ હોય છે પરંતુ આ સમાજમાં દેવોની કામગીરી અધ્ધરતાલ છે. રોગચાળો આવે ત્યારે વિષ્ણુ ભગવાને સક્રિય થઇ જંતુઓઅ ને વાયરસનો તરત જ નાશ કરી નાંખવો જોઇએ. આ કાલ્પનિક રાક્ષસોને મારી નાંખવામાં કોઇ મર્દાઇ છે? ખરૂં કામ તે આ છે.
ચીન આપણો પ્રદેશ હડપ કરે તો ચીનના લશ્કરો પર એક તીરના લાખ તીર થાય એવા તીર છોડવા જોઇએ અને સુદર્શન ચક્ર મોકલી રાવણનું માથું જેમ વાઢી નાંખ્યું તેમ કોઇ ચીની જનરલનું માથુ કાઢી નાંખવું જોઇતું હતું. સંપતિ અમુક શેઠીયાઓની તિજોરીમાં કેદ થઇ ગઇ છે એટલે કે લક્ષમીદેવી 10-15 અમીરોની તિજોરીમાં કેદ છે તો તેને છોડાવવાની કયા દેવની ફરજ છે? મંદિરોમાં દર્શન કરી આવનારા થોકબંધ કેમ મરે છે? બીજું દેશભરમાં ઠેર ઠેર ભેદભાવ, અન્યાય વિ.ની બુમ પડી છે તો ન્યાય અપાવનાર કોઇ દેવ દેવી છે કે નહીં? કે બધુ અધ્ધરતાલ જ રાખ્યું છે? કોઇ દેવ પોતાની કામગીરી બજાવતા જણાયા નથી. છતાં રોજ તેમના મંદિરોમાં ઘંટારવ શા માટે થાય છે? કોઇ શ્રધ્ધાળુ એટલે અંધભકત જવાબ આપે તો સારૂં.
સુરત – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.