નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે આ વર્ષ ઘણું ખાસ રહેશે તેવું અનુમાન છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2023માં ઘણી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં એશિયા કપ (Asia Cup), વર્લ્ડ કપ (World Cup) અને એશિયન ગેમ્સનો (Asian Games) સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાએ આ ત્રણમાંથી એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે.
બીસીસીઆઈએ શુક્રવારે એશિયન ગેમ્સ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં માત્ર યુવા ખેલાડીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની કપ્તાની પણ યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ વર્ષે એશિયન ગેમ્સ ચીનમાં રમાવા જઈ રહી છે તેથી ભારતીય ટીમ પણ ચીનનો પ્રવાસ કરશે.
ચીનમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
એશિયન ગેમ્સ માટે ચીનમાં ખૂબ જ ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં 28 સપ્ટેમ્બર 2023 થી 8 ઓક્ટોબર 2023 દરમિયાન ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવશે. જ્યાં એશિયાની અનેક નાની-મોટી ટીમો ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં સીધી ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. ક્રિકેટ ચીનમાં લોકપ્રિય રમત નથી આ જ કારણ છે કે આ રમત માટે ચીનમાં કોઈ સ્ટેડિયમ નહોતું. પરંતુ હવે એશિયન ગેમ્સ માટે ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયા પણ આ સ્ટેડિયમમાં પોતાની તમામ મેચ રમશે.
એશિયન ગેમ્સમાં પુરૂષ ટીમની સાથે સાથે મહિલા ટીમ પણ એશિયન ગેમ્સમાં ભાગ લેશે. મહિલા ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની સંપૂર્ણ ટીમ
મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવા. મિન્નુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી (વિકેટકીપર), અનુષા બરેડી.
પુરુષોની ટીમ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી , શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).