નવી દિલ્હી: ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફ્રાંસની (France) બે દિવસની મુલાકાત પછી એક દિવસની UAEના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાને આબુ ધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત (Welcome) કર્યું હતું. પીએમ મોદી આ પ્રવાસમાં વૈશ્વિક મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરશે. આ સાથે પીએમ આ પ્રવાસમાં સંરક્ષણ, ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો પર ચર્ચા કરશે. છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની યુએઈની આ 5મી મુલાકાત છે.
પીએમ મોદીના સ્વાગતમાં બુર્જ ખલીફા પર તિરંગા અને તેમની તસવીર સાથે વેલકમ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું છે. પીએમ મોદીના UAEનાં આ એક દિવસીય પ્રવાસની વાત કરીએ તો 2 વાગીને 10 મિનિટે ફરીથી પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ પછી 3:20 મિનિટે તેઓ ત્યાં લંચ લેશે અને 4:45 વાગ્યે પીએમ ફરી દિલ્હી આવવા રવાના થશે.
સુખદ તેમજ કપરા બંને સમયે ભારત અને ફ્રાંસ સાથે રહ્યું છે જે સાબિત કરે છે કે આ દેશોની મિત્રતા ગાઢ: PM મોદી
અગાઉ જણાવ્યા મુજબ પીએમ મોદી બે દિવસની ફ્રાંસની મુલાકાતે હતા ત્યારે ફ્રાંસની મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી માટે ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા લુવર મ્યુઝિયમમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીને ફ્રાંસમાં સર્વોચ્ચ અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે પીએમ મોદીએ કહ્યું છેલ્લાં 25 વર્ષમાં વિશ્વએ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. સુખદ તેમજ કપરા બંને સમયે ભારત અને ફ્રાંસ સાથે રહ્યું છે જે સાબિત કરે છે કે આ દેશોની મિત્રતા ગાઢ છે.
ફ્રાન્સના બે દિવસીય પ્રવાસમાં પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. હવે ફ્રાન્સ-ભારત મળીને ફાઈટર પ્લેનના એન્જિન બનાવશે. UAE જતાં પહેલા મેક્રોને મોદી સાથે સેલ્ફી લીધી હતી જેને તેણે ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે ભારત અને ફ્રાંસની મિત્રતા અમર રહે.