હિંદુ ધર્મમાં ચરાચરમાં ઈશ્વરનો વાસ છે એવુ કહેવાય છે. જેવી રીતે વડપૂર્ણિમા ના દિવસે વડનું પૂજન, નાગપાચમના દિવસે નાગદેવતા નું પૂજન થાય છે, એવીજ રીતે અષાઢ અમાસ ના દિવસે દિપપૂજાન કરવામા આવે છે. અગ્નિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ દિવસે દીપ-પૂજન કરવામાં આવે છે. દિવાની જ્યોત એ અગ્નિનું પ્રતીક છે. પૃથ્વી પરના બધા સજીવ, નિર્જીવ પદાર્થ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચતત્વથી નિર્માણ થયેલા છે. પંચતત્વ માં અગ્ની તત્વનું મહત્વ અનન્ય સાધારણ છે. જીવનમાં જઠરાગ્નિ રૂપે,હોમાગ્નિરૂપે,ઘરમાં જીવન સરળ બનાવવા માટે વપરાતો અગ્નિરૂપે એ ખુબજ મહત્વ ધરાવે છે.દિવાની જ્યોત એ અગ્નિનું પ્રતીક છે.
ચોમાસામાં વાતાવરણ વાદળછાયું રહે છે. સૂર્યપ્રકાશ ઓછો મળે છે. તેજતત્વના અભાવે રજ-તમ વધે છે. જીવાત, કીટકો નો નાશ થતો નથી. રોગચાળો ફાટી નીકળે છે. અમાસના દિવસે તેજતત્વરૂપી દિવાઓનું પૂજન કરી સાત્વિકતા વધારવામાં આવે છે ,જેથી રજતમાત્મક નકારાત્મક શક્તિનો સામનો કરી શકાય. કેટલાય ઠેકાણે દિવાસોના દિવસે પુષ્કળ દારૂ પીવાય છે. અને આ દીપપૂજનને ‘ગટારી અમાસ’ એવા અભદ્ર નામથી સંબોધન કરવામાં આવે છે. આ ધર્મશાસ્ત્રનો અપમાન છે. ગટારી એવો કોઈ શબ્દ નથી. ગત+આહારી એટલે એના પહેલા જે ખોરાક જેમ કે લસણ, ડુંગળી માંસાહાર એ બંદ કરી સાત્વિકતા આપતો આહાર લેવામાં આવશે. હિંદુ લોકોજ ધર્મશિક્ષણના અભાવના કારણે પોતાનાજ ધર્મની અપકિર્તી કરે છે. આપણે સહુ તેજતત્વ આપનાર દીપોનું પૂજન કરીને તહેવાર ઉજવીશું. અને લાભ મેળવીશું.
કર્ણાવતી (અમદાવાદ) – શીલા દાતાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.