વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પર ભવ્ય અલ હયાત ઈમારત આવેલી છે.જેની કામગીરી વેળાએ પાલિકાની બાજુમાં જ આવેલી પૂર્વ ઝોન વોર્ડ કચેરીની દીવાલ તૂટી પડી હતી.જે અંગે તંત્ર દ્વારા બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી.હાલ તેઓ દ્વારા સહમતી દર્શાવવામાં આવી હતી. વડોદરામાં આજવા રોડ પર નિર્માણધીન ઈમારત અલહયાતના બિલ્ડર સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી હતી.જોકે ઉલતા ચોર કોટવાલ કો દાટે તેવો ઘાટ સર્જાયો હતો.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ પર ભવ્ય અલ હયાત નામની ઈમારત નિર્માણ પામી છે.અને તેને અડીને જ પૂર્વ ઝોન વહીવટી વોર્ડ 5 ની કચેરી આવેલી છે.આ ભવ્ય ઈમારતની કામગીરી વેળાએ વોર્ડ કચેરીની દીવાલ તૂટી પડી હતી.આ મામલે તંત્ર દ્વારા બિલ્ડરને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.અને આ દીવાલ સ્વ ખર્ચે બનાવી આપવા જણાવાયું હતું.તો બીજી તરફ વોર્ડ ઓફિસરને આ મામલે પૂછતાં તેઓએ એન્જીનિયરના હાથમાં છે તેમ કહી છટક બારી પકડી હતી.
વૈભવી બિલ્ડિંગથી વોર્ડ-5 ની દીવાલ તૂટી : બિલ્ડરને નોટીસ
By
Posted on