સમાજના પ્રશ્નો મોટા ભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા નજરે પાડવામાં આવે છે એ બધું એના એ જ સ્વરૂપમાં સાચું હોય એ જરૂરી નથી. નાગરિક તરીકે કોઈ પણ બાબતને સમજવાની આપણી પણ ફરજ છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કોમી ધ્રુવીકરણ કરવા શાસક પક્ષે એક સમાન નાગરિક ધારાનો પ્રશ્ન છેડ્યો છે અને તેમની અપેક્ષા મુજબ સમજ્યા-કર્યા વિના અનેક લોકો ધાર્મિક અંચળો ઓઢીને એમાં કૂદી પડ્યા છે.
હજુ હમણાં જ ૨૦૧૮ની સાલમાં ૨૧મા કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ વિષે કહ્યું હતું કે જે તે સમાજવિશેષના કૌટુંબિક કાયદાઓનો અભ્યાસ કરવામાં આવે અને તેમાં સ્ત્રીઓને કે બીજા કોઈને અન્યાય થતો હોય એવી જોગવાઈ દૂર કરવામાં આવે તો એ પછી યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જ શું છે? હેતુ જેને અન્યાય થતો હોય તેને ન્યાય અપાવવાનો છે કે પછી એકસરખાપણાનો? ઉલટું લગ્ન, વિવાહ અને બીજા સામાજિક રીતિરિવાજોમાં જોવા મળતું વૈવિધ્ય ભારતની શોભામાં વધારો કરે છે. વૈવિધ્ય નિર્દોષ હોય એટલું પૂરતું છે. યાદ રહે, ૨૧મા કાયદા પંચની રચના ૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી.
બાવીસમા કાયદા પંચે લોકોના અભિપ્રાય મંગાવ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ અભિપ્રાય મળી ચૂક્યા છે. સમજદાર લોકોની, ખાસ કરીને મુસ્લિમ તેમ જ અન્ય કોમની મહિલાઓની દલીલ એવી છે કે પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો બનાવો અને લોકોની ચકાસણી તેમ જ અભિપ્રાય માટે ઉપલબ્ધ કરી આપો. ઉદ્દેશ સ્ત્રીઓને ન્યાય અપાવવાનો છે તો એમાં કોને કેટલો ન્યાય મળવાનો છે એની ચકાસણી સ્ત્રીઓને જ કરવા દો. એ કેટલો યુનિફોર્મ છે કે પછી કેટલો બહુમતી કોમતરફી પક્ષપાતી છે એની પણ ચકાસણી કરવામાં આવે. બંધ પડીકે યુનિફોર્મ સિવિક કોડની ચર્ચા છેડવાનો શો અર્થ!
સમજદાર મહિલાઓની આ માગણી અનુચિત છે? પણ અહીં હિન્દુત્વવાદીઓ અને તેમના સમર્થકો ચૂપ રહેશે. તેઓ એક બીજા મુદ્દે પણ ચૂપ છે અને કોઈ પ્રકારની ચર્ચા કરતા નથી. એ મુદ્દો છે તરુણ યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ વય જેને અંગ્રેજીમાં એજ ઓફ કન્સેન્ટ કહેવામાં આવે છે. ભારતમાં ૧૮ વરસની નીચેના યુવક-યુવતી સંમતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધે તો એ ૨૦૧૨ના પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફેન્સીઝ એક્ટ ૨૦૧૨ હેઠળ સજાપાત્ર ગુનો બને છે અને ગુનો શેનો? બળાત્કારનો. નિર્ભયા આંદોલન પછી લોકોને રાજી કરવા આવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેની સામે માત્ર એક દાયકામાં પ્રશ્નો પેદા થયા છે. બાવીસમા કાયદા પંચે ગયા જાન્યુઆરી મહિનામાં કેન્દ્રના બાળવિકાસ મંત્રાલયને આ બાબતે અભિપ્રાય આપવાનું કહ્યું હતું. કાયદા પંચે કહ્યું છે કે કર્ણાટક અને મધ્યપ્રદેશની વડી અદાલતોની રેફરન્સ અરજી (કાયદાકીય અભિપ્રાય) અમારી પાસે પડી છે અને અમારે તેનો નિકાલ કરવાનો છે. હજુ સુધી તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
પ્રસ્તાવ એવો છે કે યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ માટેની સંમતિ વય ૧૮ થી ઘટાડીને ૧૬ની કરવી જોઈએ. ૧૬ વરસની વયે શારીરિક સંબંધ બાંધવા યુવક અને યુવતી શારીરિક અને માનિસક એમ બન્ને રીતે સક્ષમ હોય છે. આરોગ્યની કોઈ હાનિ થવાની નથી. બીજું ભારતમાં પણ હવે પશ્ચિમના દેશોની જેમ છોકરા છોકરી લગ્ન પૂર્વે સેક્સ કરે છે અને તેના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ટરનેટના આવ્યા પછી જગતનો કોઈ કાયદો કે સામાજિક બંધનો લગ્ન પૂર્વે કરાવવામાં આવતા સેક્સને રોકી શકે તેમ નથી. OTT જેવાં પ્લેટફોર્મ પર ફિલ્મો અને સિરિયલો જોનારા તરુણો જાણે છે કે તેઓ શું જુએ છે. ટૂંકમાં અવ્યવહારુ આગ્રહો ધરાવવાનો કોઈ અર્થ નથી. એને બળાત્કાર જેવો ગંભીર આરોપ કરીને સજા કરવી એ હાસ્યાસ્પદ સ્વરૂપનો અન્યાય છે. એટલે તો દેશના મુખ્ય ન્યામૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે પણ કેન્દ્ર સરકારને કહ્યું છે કે દાયકા જૂના કાયદા વિષે પુનર્વિચાર કરવામાં આવે.
બીજું સેક્સ માટેની સંમતિ વય અને લગ્નવય એ બે જુદી વસ્તુ છે. સંમતિ વય અને લગ્ન વય એક જ હોવી જોઈએ એવો આગ્રહ નિરર્થક છે. સેક્સ માટે પુખ્ત યુવા યુવતી સંસાર ચલાવવા માટે પુખ્ત હોય એ જરૂરી નથી. મોટા ભાગે નથી હોતાં. તો ઉત્તમ એ છે કે આવા આગ્રહો છોડીને વ્યવહારુ માર્ગ અપનાવવામાં આવે અને યુવા યુવતીની આઝાદીનો સ્વીકાર કરવામાં આવે. પણ આ વિષે કોઈ કશું બોલતું નથી અને યુનિફોર્મ સિવિલ કોડ વિષે ગોકીરો કરે છે. ચૂંટણીનો ખેલ છે. ન્યાય, કાયદાકીય વ્યવહારુતા અને તેની પ્રાસંગિકતા સાથે કોઈ લેવાદેવા નથી.
અહીં બીજા છેડાનો ઇતિહાસ નોંધવો રસપ્રદ રહેશે. આજથી ૧૪૦ વરસ પૂર્વે ૧૮૮૧ની સાલમાં બહેરમજી મલબારીએ સંમતિ વયનો ખરડો લાવ્યા હતા જેમાં માગણી કરી હતી કે સંમતિ વય ૧૨ વરસની કરવી જોઈએ. કમસે કમ કન્યા રજસ્વલા હોવી જોઈએ. ૧૮ ની જગ્યાએ ૧૬ની બાબતે ચૂપ રહેનારાઓના વૈચારિક પૂર્વજોએ ૧૨ વરસની સંમતિ વયનો વિરોધ કર્યો હતો. માટે પ્રારંભમાં કહ્યું એમ સામાજિક પ્રશ્નો જટિલ હોય છે અને ભારતમાં તો જટિલતમ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.