સુરત: સુરત (Surat) વીર નર્મદ યુનિવર્સીટીની (VNSGU) સમરસ હોસ્ટેલમાં (Hostel) પ્રાથમિક સુવિધા નહીં મળતા મોડી રાત્રે ABVP છાત્ર સંઘ દ્વારા વિરોધ (Protest) નોંધવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ વિધાર્થીઓ રોષે ભરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. યુનિવર્સીટી ગેટ બહાર મોટી સંખ્યામાં વિધાર્થીઓ (Student) એકત્રિત થઇ સુત્રોચાર કરી ઝંડો ફરકાવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અંતર્ગત આવતી સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ABVP દ્વારા વારંવાર વીસીને રજુઆત કર્યા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહિં આવતા વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવવા મજબુર બન્યા છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખાવાની ગુણવતા ખુબ નબળી આવી રહી છે પીવાનું પાણી નથી. જેને લઈ હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. આવી અનેક સમસ્યા છે જે વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાત છે પરંતુ એના પર ધ્યાન અપાતું નથી. સમાજ કલ્યાણ અધિકારીઓ ની જગ્યા પણ ખાલી પડેલી છે. હવે બીજા 800 વિદ્યાર્થી આવશે જેઓ પહેલા જ દિવસથી હોસ્ટેલ ની અપૂરતી સુવિધા ને લઈ હેરાનગતિનો સામનો કરવા મજબુર બનશે.
મનોજ તિવારી ( સુરત મહાનગર મંત્રી ABVP) એ જણાવ્યું હતું કે સમરસ હોસ્ટેલ એટલે અપૂરતી સુવિધાઓ નું મોટું ઘર. વિદ્યાર્થીઓ માટે નહાવાનું પાણી પણ નથી, લાઈટ વગરના બાથરૂમ અઠવાડિયા માં બે જ વાર સાફ-સફાઈ કરાય છે. બોયઝ હોસ્ટેલમાં વર્ષોથી વોડન નથી, વાલીઓ બાળકોને મળવા આવે ત્યારે ભટક્યા કરે છે. બે પૈકી એક કુલર કામ કરી રહ્યું છે જે હોસ્ટેલ બહાર હોવાથી વરસાદમાં ભીંજાયને વિદ્યાર્થીઓ પીવાનું પાણી ભરવા જાય છે. વોચમેનને નહાવાના પાણીની મોટર ચાલુ કરવાનું કામ સોંપાય છે. માર્ચ મહિનામાં રીનોવેશની માટેની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ નાણાં મળી ગયા પણ કામ હજી ચાલુ નથી કરાયું, આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓને સ્પર્શ કરતા છે પરંતુ બધા જ આંખ આડા કાન કરી રહ્યા છે જોકે હવે એક મોટું આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી એમ લાગી રહ્યું છે.