National

યમુનાનું જળસ્તર ખતરાની નિશાની સુધી પહોંચ્યું, દિલ્હીમાં બોટ દોડતી થઈ

નવી દિલ્હી: અવિરત વરસાદ (Rain) અને હરિયાણામાંથી (Hariyana) યમુનામાં (Yamuna) પાણી છોડવાને કારણે દિલ્હીમાં (Delhi) યમુનાનું જળસ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે દિલ્હી સરકાર (DelhiGovernment) પણ એલર્ટ (Alert) મોડ પર છે. મંગળવારે સવારે 10 વાગ્યે જૂના રેલવે બ્રિજ પર યમુના નદીનું જળસ્તર 206.34 મીટરે પહોંચ્યું હતું. બીજી તરફ આજે સવારે હથિની કુંડ બેરેજમાંથી 3.44 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

યમુના નદીના વધતા જળ સ્તરને જોતા આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી જૂના યમુના પુલને રેલ વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં 14 ટ્રેનોને NDLS મારફતે ડાયવર્ટ કરવામાં આવી હતી. લોહા પુલ બંધ હોવાને કારણે કોઈ રદ કરવામાં આવી નથી. ટ્રેનોની અવરજવર નવી દિલ્હી-તિલક બ્રિજ-આનંદ વિહાર-સાહિબાબાદ થઈને ચલાવવામાં આવશે. 

દિલ્હીમાં યમુના બેંક પાસેના નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 7350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુના નદીનું જળસ્તર વધ્યું. આ પછી દિલ્હીના યમુના માર્કેટને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અહીં બોટ ચલાવવી પડી હતી.

દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના યમુના બજાર પાસે યમુના નદીની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ પ્રગતિ મેદાન ટનલ, મિન્ટો બ્રિજ અને ઝાખીરા અંડરપાસની મુલાકાત લીધી હતી. પૂર્વ દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેનાર લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે જો ગટર સમયસર સાફ થઈ ગઈ હોત. જો નજફગઢ નાળા અને અન્ય જળાશયોમાંથી કાંપ દૂર કરવામાં આવ્યો હોત, તો અહીં વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધી ગઈ હોત અને દિલ્હીને પાણી ભરાવા જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડત. 

હું આવનારા દિવસોમાં આ સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. હું પ્રશાસનની મદદથી નજફગઢ નાળા અને જળાશયો સહિત અન્ય સ્થળોને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી ફરી કોઈ સંકટ ન આવે. વરસાદી પાણીનો સંગ્રહ પણ કરી શકે છે. દરમિયાન આજે પણ દિલ્હી, નોઈડા સહિતના એનસીઆર વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. 

Most Popular

To Top